સુરત સેશન્સ કોર્ટ રાહુલ ગાંધીની 2 વર્ષની સજા યથાવત રાખી, ગુજરાત હાઇકોર્ટમાં કરી શકે છે અપિલ
સુરત સેશન્સ કોર્ટ દ્વારા રાહુલ ગાંધીના માનહાની કેસમાં સ્ટેની અરજીને ફગાવી દેવામાં આવી છે. તેની બે વર્ષની સજાને યથાવત રાખવામાં આવી છે. આ મામલે રાહુલ ગાધી ગુજરાત હાઇકોર્ટમાં જઇ શકે છે.

રાહુલ ગાધીને મોદી સમાજ માટે જે ટીપ્પણી કરી હતી તેને લઇને તેની સામે પૂર્ણેશ મોદીએ માનહાનીને કેસ દાખલ ખર્યો હતો. તેમા રાહુલ ગાધીને બે વર્ષની સજા ફટકારવામાં આવી હતી. રાહુલ ગાંધીએ અપિલ કરવા માટે એક મહિનાનો સમય માંગ્યો હતો. તેથી કોર્ટે રાહુલ ગાધીને એક મહિનાનો સમય આપ્યો હતો.
રાહુલ ગાંધીએ 2019 ચૂંટણી દરમિયાન નીર મોદી, લલીત મોદીના નામનો ઉલ્લેખ કરીને જે ટીપ્પણી કરી હતી તેને લઇને રાજ્ય સરકારના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી સામે સમગ્ર મોદી સમાજ વતી માનહાનીનો કેસ કર્યો હતો.
રાહુલ ગાઁધીને માનહાની કેસમાં બે વર્ષની સજા થતા તેના લોકસભાના સભ્ય પદેથી પણ હાથ ધોવાનો વારો આવ્યો હતો. એટલુ જ નહી તેને સાસંદને મળતા ક્વાટર્સને પણ ખાલી કરવાનો ઓર્ડર આપી દેવામાં આવ્યો હતો.












Click it and Unblock the Notifications
