ઓખી ચક્રવાતના કારણે રાહુલ ગાંધીની આગળની સભાઓ થઇ રદ્દ

Posted By:
Subscribe to Oneindia News

નોંધનીય છે કે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આજથી 3 દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવ્યા હતા. પણ ઓખી ચક્રવાતના કારણે હવે ભુજથી જ રાહુલ ગાંધી તેમની સભા આટોપીને પાછા દિલ્હી જશે તેવા સમાચાર આવ્યા છે. નોંધનીય છે કે રાહુલ ગાંધી અંજાર, મોરબી અને ધાંગધ્રા તથા વઢવાણમાં 3 દિવસ માટે રેલીઓ કરવાના હતા. પણ ઓખી ચક્રવાતના કારણે જ્યાં અમિત શાહે પણ તેમની રેલી રદ્દ કરી છે ત્યાં જ રાહુલ ગાંધી પણ તેમની આ યાત્રા અડધેથી અટકાવશે તેમ જાણવા મળ્યું છે.

હવે રાહુલ ગાંધી મોરબી, ધ્રાંગધા અને સુરેન્દ્રનગરની તેમની યાત્રા ઓખી ચક્રવાત અને હવામાનની ખરાબ સ્થિતિના કારણે નહીં કરે. આમ ઓખીએ ગુજરાતના લોકો સાથે સાથે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના સમયે રાજકારણીઓની પણ મુશ્કેલી વધારી છે. કારણ કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે જ્યાં ગણતરીના દિવસો બાકી છે ત્યારે છેલ્લા ટાઇમના ચૂંટણી પ્રચારમાં હવામાન બદલતી સ્થિતિના કારણે પ્રચારની સ્થિતિ પણ બદલાઇ છે. અને બન્ને પક્ષો માટે નવી સમસ્યા ઊભી કરી છે.

English summary
Rahul Gandhi's rallies in Gujarat's Morbi, Dhrangadhra and Surendranagar cancelled due to bad weather.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.