સુરત: વેપારીએ રાહુલને કહ્યું, તમે ટ્વીટ કરો, સરકાર જાગી જશે
સુરતના સંજીવ કુમાર ઓડિટોરિયમમાં જીએસટી અને નોટબંધી પર રાહુલ ગાંધીનું ભાષણ
કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ સુરતમાં બુધવારે વિવિધ વેપારીઓ અને કામદારો સાથે મુલાકાત કરી હતી. ત્યાર બાદ તેઓ સાંજે સંજીવ કુમાર ઓડિટોરિયમ ખાતે 'પરામર્શ' કાર્યક્રમમાં વેપારીઓ સાથે સંવાદ કરવા પહોંચ્યા હતા. અહીં તેમણે ફરી એકવાર જીએસટી અને નોટબંધી પર પ્રહારો કર્યા હતા. સાથે જ તેમણે કહ્યું હતું કે, 'ભારત જેવો બીજો વિશાળ દેશ છે ચીન. તમારા ફોનની પાછળ આજે મેડ ઇન ચાઇના લખેલું છે, તમારા શર્ટની પાછળ અને એ જ રીતે આપણે ઉપયોગમાં લઇએ છીએ એ વિવિધ વસ્તુઓ પર મેડ ઇન ચાઇના લખેલું જોવા મળે છે. ચીન એક દિવસમાં 50 હજાર યુવાનોને રોજગાર આપે છે, ભારત 450 યુવાનોને. આ મારા આંકડા નથી, સરકારના આંકડાઓ છે. ચીન જે કામ એક દિવસમાં કરે છે, એ આપણે 1 વર્ષમાં કરીએ છીએ.'

'સુરતમાં ચીન સાથે સ્પર્ધા કરવાની શક્તિ છે'
તેમણે આગળ કહ્યું હતું કે, 'આજે ભારતની સ્પર્ધા ચીન સાથે છે, આપણે હકારાત્મક રીતે ચીન સામેની સ્પર્ધા સ્વીકારવાની છે. તેઓ આજે 50 હજાર લોકોને રોજગાર આપે છે, તો આપણે 70 હજાર યુવાઓને રોજગાર આપવાનો છે. સુરતમાં ચીન સાથે સ્પર્ધા કરવાની શક્તિ આજે મેં જોઇ છે. રોજગાર નહીં મળે તો યુવાનો રોષે ભરાશે જ. અહીં સરકાર મોટા ઉદ્યોગકારોને તો ખૂબ મદદ કરે છે, પરંતુ તેમણે નાના અને મધ્યમ કક્ષાના ઉદ્યોગકારો પર પણ નજર કરવાની જરૂર છે. વિજય માલ્યા સામે લાલ જાજમ પાથરો છો, તો નાના ઉદ્યોગપતિઓ સામે પણ પાથરો. કોંગ્રેસની સરકારમાં પણ નાના ઉદ્યોગો તરફ ધ્યાન આપવામાં નહોતું આવ્યું અને એ ભૂલ હું સ્વીકારું છું.'
'GSTને નામે 5 ટેક્સ લાદ્યા'
જીએસટી અંગે વાત કરતા કહ્યું હતું કે, 'જીએસટી એક પ્રોસેસ છે, ભારત જેવા દેશમાં આવો નિર્ણય લાગુ કરતા પહેલાં ટ્રાય કરવો જોઇએ. મેં જાતે ચિદમ્બરને પણ અરુણ જેટલી પાસે મોકલ્યા હતા. પરંતુ એમણે એક પણ વાત ન સાંભળી અને જીએસટી લાગુ કરી દીધો. જીએસટીનો અર્થ છે, એક દેશ, એક ટેક્સ. મોદીજીએ જીએસટીને નામે પાંચ ટેક્સ લાગુ કર્યા છે. આ કોમ્પલેક્સિટી દૂર કરવાની જરૂર છે, એને કારણે જ નાના ઉદ્યોગપતિઓને ધક્કો લાગ્યો છે.'
'મોદીજીએ પોતાની ભૂલ સ્વીકારવી જોઇએ'
તેમણે આગળ કહ્યું કે, 'ભૂલ થાય સ્વીકારવાની જવાબદારી પણ નેતાઓએ લેવી જોઇએ. નોટબંધીનો નિર્ણય ભૂલભરેલો હતો. કાળા નાણાંને ધોળા કરવા માટે નોટબંધી લાગુ થઇ હતી. જીએસટી લાગુ કરવાની રીત પણ ખોટી હતી. હવે મોદીજીને સમજાય છે, આથી કહે છે કે, એમાં કોંગ્રેસનો પણ સાથ હતો. કોંગ્રેસ સરકારમાં હોય અને મોદીજી ભૂલ કોંગ્રેસની કાઢે તો વાત સમજાય, કેન્દ્રમાં પોતાની સરકાર હોવા છતાં તેઓ કોંગ્રેસ પર દોષનો ઠિકરો પોડે એ યોગ્ય નથી.'
વેપારીએ કહ્યું, તમે બસ ટ્વીટ કરી દો
સંવાદ કાર્યક્રમમાં એક વેપારીએ રાહુલ ગાંધી સામે ફરિયાદ કરતાં કહ્યું કે, તમે માત્ર ટ્વીટ કરી દો, સરકાર જાગી જશે. તમારા પૂર્વજોએ અમને આઝાદી અપાવી હતી, આજે ફરી એકવાર અમને આઝાદીની જરૂર છે. જવાબમાં રાહુલ ગાંધીએ કહ્યું કે, અમે પૂરતા પ્રયત્નો કરી રહ્યાં છે. તમને ચોક્કસ લાગી રહ્યું હશે કે, કોંગ્રેસ પાર્ટી આ વખતે લડી રહી હશે.
'મોદીજી, રોકડમાં વ્યવહાર કરતા બધા ચોર નથી'
પીએમ મોદી પર પ્રહારો કરતાં તેમણે કહ્યું કે, 'પીએમની વિચારસરણીમાં ફન્ડામેન્ટલ ભૂલ છે, જે નોટબંધી અને જીએસટીમાં પણ જોવા મળે છે. રોકડમાં વ્યવહાર કરતા તમામ લોકો ચોર નથી. ખેતી, નાની દુકાનો, નાના વેપારોના વ્યવહારો રોકડમાં ચાલે છે અને આ બધા ચોર નથી. મોદીજીએ આ સમજવાની જરૂર છે. મોદીજી વિશ્વાસ નથી કરતા, તેઓ માને છે પોલિસીંગ કરવી જોઇએ. આખું ભારત બદમાશી નથી કરી રહ્યું, 2-4 ટકા લોકો બદમાશી કરે છે, એમને પકડવાની જગ્યાએ મોદીજી આખા ભારતને પકડી રહ્યાં છે. એ યોગ્ય નથી. આધારની સિસ્ટમનો હેતુ લોકોને સપોર્ટ કરવાનો હતો, મોનિટરિંગનો નહીં. તમે જે પણ કરો, એમાં દેશને સપોર્ટ કરવાનો વિચાર હોવો જોઇએ. મોનિટરિંગનો નહીં.'
'હું મોદીજી જેટલું સારું ભાષણ નથી કરી શકતો'
રાહુલે આગળ કહ્યું કે, 'ભાજપ અને મોદીજી તમારી આગળ પોતાના મનની વાત કરે છે. અમે તમારી વાત સાંભળવા આવ્યા છીએ. કોંગ્રેસનો સ્વભાવ સાંભળવાનો છે, કોંગ્રેસની ડિઝાઇન સાંભળવાની છે. ભાજપની ડિઝાઇન લાઉડ સ્પીકરની છે. તેઓ અહીં આવીને બહુ સરસ રીતે ભાષણ કરી જશે, અમને એવું નથી આવડતું. મોદીજી જેવું સારુ ભાષણ કરતા મને નથી આવડતું, હજુ શીખવામાં વાર લાગશે. પરંતુ હું એટલું ચોક્કસ કહીશ કે, તમે જે કંઇ પણ કહો છો તે અમે સાંભળીએ છીએ, એ અંગે વિચાર કરીએ છીએ અને જરૂરી કાર્યવાહી કરીએ છીએ. મોદીજી આટલા વર્ષો તમારા મુખ્યમંત્રી હતા, તેમણે ક્યારેય આવીને તમારી સાથે આ રીતે વાત નહીં કરી હોય. કારણ કે, આવા કાર્યક્રમામાં માત્ર બોલવાનું ના હોય, સાંભળવાનું પણ હોય. જો કોઇ ચીન સાથે હરીફાઇ કોઇ કરી શકે છે તો એ સુરત છે. આ કામમાં અમે તમારી પૂરી મદદ કરવા માંગીએ છીએ. એક એવો દિવસ આવે જ્યારે લોકો સેલ્ફી લે ત્યારે પાછલ મેડ ઇન ઇન્ડિયા, મેડ ઇન ગુજરાત, મેડ ઇન સુરત લખેલું જોવા મળે.'
-
હોર્મુઝની સામુદ્રધુની: યુદ્ધવિરામ છતાં શિપિંગ ક્ષેત્રે અનિશ્ચિતતાનો માહોલ -
રાજીવ ચંદ્રશેખરનો દાવો: કેરળમાં ભાજપના નેતૃત્વ હેઠળના NDAનો ઉદય થશે -
Uttarakhand News: દેહરાદૂન પુસ્તક મેળામાં ગઢવાલી અને કુમાઉની સાહિત્ય છવાયું, ૨૬ નવા પુસ્તકોનું વિમોચન થયું -
તમારી યાદશક્તિ વધારવા માટે પાંચ અસરકારક ટિપ્સ -
તમિલનાડુના મુખ્યમંત્રી મેટ્રો ટ્રેનમાં મુસાફરો સાથે સંવાદ કર્યો -
Artemis II Splash Down: નાસાના અવકાશયાત્રીઓ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ?






Click it and Unblock the Notifications
