શહેરની બન્ને બેઠકો પર આજે પૂર્વ ક્રિકેટર મહમદ અઝહરૂદીનનો રોડ શો

જામનગરના સાંસદ વિક્રમ માડમે રાહુલ ગાંધીના કાર્યક્રમ અંગેની વિગતો આપતા જણાવ્યું હતું કે, જામનગરમાં રાહુલ ગાંધી મંગળવારે સવારે ૧૦-૩૦ વાગ્યે પ્રદર્શન મેદાનમાં જાહેરસભાને સંબોધશે. જાહેર પ્રચારનાં અંતિમ દિવસે રાહુલ ગાંધીને જામનગર લાવવા અંગેનું ફોકસ યુવા મતદારોને કોંગ્રેસ તરફ આકર્ષવાનું રહેશે.
એક તરફ રાહુલ ગાંધીની સભાને લઇને કોંગ્રેસ તૈયારીઓમાં લાગી છે, તો બીજી તરફ કોંગ્રેસના અન્ય એક સ્ટાર પ્રચારક અને પૂર્વ ક્રિકેટર મહમદ અઝહરૂદીન આવી રહયા છે. તેઓ બપોરે ૪ વાગ્યાથી રાત્રે ૮ વાગ્યા દરમિયાન જામનગર શહેરમાં રોડ શો દ્વારા કોંગ્રેસનો પ્રચાર કરશે. તેઓ શહેરની બન્ને વિધાનસભા બેઠકો વિસ્તારમાં રોડ શો દ્વારા કોંગી ઉમેદવારો હકુભા અને જીતુભાઇ લાલ માટે પ્રચાર કરશે.












Click it and Unblock the Notifications
