કોંગ્રેસ ક્યારે શરુ કરશે ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર અભિયાન? આવી ગઈ તારીખ
ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે દેશની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસ ક્યારે પ્રચાર કરશે તેની તારીખ આવી ગઈ છે.
અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે દેશની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસ ક્યારે પ્રચાર કરશે તેનો જવાબ છે રાહુલ ગાંધીની મુલાકાત. કોંગ્રેસના મહાસચિવ કે.સી. વેણુગોપાલે કહ્યુ કે રાહુલ ગાંધી ગુજરાત આવશે અને તેઓ પોતે પાર્ટીના ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે. કોંગ્રેસ તરફથી કહેવામાં આવ્યુ છે કે રાહુલ ગાંધી 5 સપ્ટેમ્બરે ગુજરાત પહોંચશે અને રાજ્યમાં આગામી વિધાનસભા ચૂંટણી માટે તેમની પાર્ટીના પ્રચારની શરૂઆત કરશે.

તમને જણાવી દઈએ કે કે.સી. વેણુગોપાલ રાજ્યસભાના સભ્ય પણ છે. આ માહિતી આપતા તેમણે કહ્યુ કે પાર્ટીએ ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા શરૂ કરી દીધી છે અને વર્ષના અંતમાં યોજાનારી ચૂંટણી માટે ઉમેદવારોની પ્રથમ યાદી 15 સપ્ટેમ્બર પહેલા જાહેર કરવામાં આવશે. કોંગ્રેસના મહાસચિવ કે.સી. વેણુગોપાલે કહ્યુ કે, 'રાહુલ ગાંધી 5 સપ્ટેમ્બરે વિધાનસભા ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે. તેઓ અમદાવાદ આવશે અને ચૂંટણી તૈયારીઓને લગતા વ્યાપક કાર્યક્રમોમાં ભાગ લેશે.' વેણુગોપાલે વધુમાં કહ્યુ કે કોંગ્રેસે બુધવારે ગુજરાતમાં 90 દિવસનો ચૂંટણી કાર્યક્રમ શરૂ કર્યો છે. 7 સપ્ટેમ્બરથી શરૂ થનારી પાર્ટીની 'ભારત જોડો યાત્રા'ના બે દિવસ પહેલા ગાંધી તેમના નેતૃત્વમાં ગુજરાતની મુલાકાત લેશે. ગુજરાતમાં લગભગ ત્રણ દાયકાથી કોંગ્રેસ સત્તાથી દૂર છે અને રાજ્યમાં ભાજપનું શાસન છે.
વેણુગોપાલે કહ્યુ કે, '5 સપ્ટેમ્બરે રાહુલ ગાંધીની મુલાકાત ગુજરાત ચૂંટણી પ્રચારની શરૂઆતના સંદર્ભમાં હશે. ભારત જોડો યાત્રા શરૂ કરતા પહેલા તેઓ મહાત્મા ગાંધી અને સરદાર પટેલની ભૂમિ ગુજરાતના આશીર્વાદ લેશે.' વેણુગોપાલ કોંગ્રેસની ચૂંટણી તૈયારીઓ અંગે રાજ્યના નેતાઓ સાથેની બેઠકમાં હાજરી આપવા આવ્યા હતા. બેઠકમાં વરિષ્ઠ ચૂંટણી નિરીક્ષક અશોક ગેહલોત અને ગુજરાતના પ્રભારી અને રાજસ્થાનના ધારાસભ્ય રઘુ શર્મા પણ હાજર હતા. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ ગાંધી છેલ્લે 10 મેના રોજ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. તે દરમિયાન તેમણે દાહોદમાં આદિવાસી રેલીને સંબોધી હતી.












Click it and Unblock the Notifications
