ગુજરાતમાં 13 હજાર શાળાઓ બંધ, પકડાઇ ગયું રાહુલ ગાંધીનું જુઠ્ઠાણું

Posted By:
Subscribe to Oneindia News

ગાંધીનગરઃ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા રાજ્યમાં થઇ રહેલી વિકાસના કાર્યો અને શૈક્ષણિક કાર્યોને લઇને કરવામા આવતા દાવાને કોંગ્રેસ પાર્ટી દ્વારા જૂઠ્ઠણાં ગણાવવામાં આવી રહ્યાં છે, પરંતુ તાજેતરમાં રાહુલ ગાંધી દ્વારા ગુજરાતમાં સરકારી શાળાઓના આંકડાને લઇને એક નિવેદન કરવામાં આવ્યું હતું. જેમાં તેમણે ગુજરાતમાં 13 હજાર શાળાઓ બંધ થઇ ગઇ હોવાનું કહ્યું હતું, પરંતુ આ અંગે એક સમાચાર પત્ર દ્વારા ક્રોસ ચેક કરવામાં આવ્યું તો કોંગ્રેસનું જુઠ્ઠાણું ચત્તુ થઇ ગયું હતું.

rahul-gandhi
કોંગ્રેસ પાર્ટીના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા 13 હજાર શાળાઓ બંધ થઇ ગયાના નિવેદન બાદ લાઇવ મિન્ટ નામના સમાચાર પત્ર દ્વારા આ અંગે ચેક કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા કક્ષાની શાળાના આંકડાઓ પણ નજર ફેરવી તો ગુજરાતમાં શાળાઓની સંખ્યામાં વધારો થયો છે. 2011થી 2012માં 40,943 શાળામાંથી સપ્ટેમ્બર 2012માં શાળાની સંખ્યા 42,745 થઇ ગઇ હતી.

આ ઉપરાંત તેમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે રાહુલ ગાંધી દ્વારા જે દાવો કરવામા આવ્યો છે તે રાજ્ય સરકારના શૈક્ષણિક વિભાગ દ્વારા 9 જૂન 2011ના રોજ બહાર પાડવામા આવેલા પરિપત્ર અનુસાર છે, જેમાં એવો ઉલ્લેખ હતો કે 13,450 શાળાઓ કે જેમાં વિદ્યાર્થીઓની સંખ્યા 100 કરતા ઓછી હોય તેમને નજીકની મોટી શાળામાં મર્જ કરી દેવામાં આવે. જેને રાઇટ ટૂ એજ્યુકેશન એક્ટ હેઠળ 1 કિમી( 1થી 5 ધોરણ) અને 3 કિમી(છથી આઠ ધોરણ)ની અંદર હોવી જોઇએ. જે અનુસાર 6,826 શાળા એવી હતી જેમાં વિદ્યાર્થીઓની સંખ્યા 50 કરતા ઓછી હતી.

રાજ્ય સરકારના શૈક્ષણિક વિભાગ અનુસાર, જ્યાં પુરતા વિદ્યાર્થી નથી, સ્ટાફ ઓછો છે અને નાણાકીય સુવિધા નથી એવી જેટલી શાળા છે, તેમના માટે આ ઠરાવ છે. આ માટે દરેક જિલ્લા શિક્ષણાધિકારી, સિટી એજ્યુકેશન કમિટી અને જિલ્લા પંચાયતને એવી શાળાઓ કે જેમાં વિદ્યાર્થીઓની સંખ્યા 100થી ઓછી છે તેની યાદી બનાવવા સીધું જ કહેવામાં આવ્યું છે. આવી શાળાને અન્ય શાળામાં મર્જ કરવાનો હેતુ એ છે કે આ વિદ્યાર્થીઓને સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સારું એજ્યુકેશન અને પૈસાનો બચાવ થઇ શકે.

English summary
Rahul Gandhi says 13,000 government schools have been shut in Gujarat but District level school statistics show the number of elementary schools in Gujarat has actually increased from 40,943 in 2011-12 to 42,745 by September 2012.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.