રેલવે મુસાફરો માટે સારા સમાચાર: પોરબંદર-રાજકોટ વચ્ચે દોડશે 2 નવી પેસેન્જર ટ્રેન, જાણો સમય અને વધુ વિગત

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાના પ્રયાસોથી રેલવે બોર્ડની મંજૂરી, 15 નવેમ્બરથી દૈનિક અને સાપ્તાહિક 5 દિવસની નવી ટ્રેનો શરૂ, પોરબંદર-રાજકોટ એક્સપ્રેસના સમયમાં ફેરફાર કરાશે.

Railway News

Railway News: સૌરાષ્ટ્રના સ્થાનિક રહેવાસીઓ અને પ્રવાસીઓ માટે મોટા અને રાહતભર્યા સમાચાર છે. કેન્દ્રીય શ્રમ, રોજગાર, યુવા મામલા અને ખેલ મંત્રી ડો. મનસુખ માંડવિયાના સતત પ્રયત્નોના પરિણામે, રેલવે બોર્ડે પોરબંદર અને રાજકોટ વચ્ચે બે નવી પેસેન્જર ટ્રેન દોડાવવા માટે મંજૂરી આપી દીધી છે. આ નવી ટ્રેનો સૌરાષ્ટ્રના આ મહત્વપૂર્ણ રૂટ પર મુસાફરીને વધુ સુગમ બનાવશે.

ટ્રેનનો પ્રારંભ અને સમયપત્રક

રેલવે દ્વારા આ રૂટ પર કુલ ત્રણ નવી સેવાઓ શરૂ કરવામાં આવી રહી છે, જેમાં દૈનિક અને સાપ્તાહિક 5 દિવસ ચાલનારી ટ્રેનોનો સમાવેશ થાય છે.

1. રાજકોટ-પોરબંદર-રાજકોટ દૈનિક પેસેન્જર ટ્રેન (પ્રારંભ: 15.11.2025થી)

ટ્રેન નંબર | રૂટ | પ્રસ્થાન સમય (રાજકોટ/પોરબંદર) | પહોંચવાનો સમય
59561 | રાજકોટ-પોરબંદર | સવારે 8.35 વાગ્યે | બપોરે 13.15 વાગ્યે
59562 | પોરબંદર-રાજકોટ | બપોરે 14.30 વાગ્યે | સાંજે 18.55 વાગ્યે

2. પોરબંદર-રાજકોટ-પોરબંદર પેસેન્જર (સાપ્તાહિક 5 દિવસ)

ટ્રેન નંબર | રૂટ | પ્રસ્થાન સમય (પોરબંદર/રાજકોટ) | પહોંચવાનો સમય
59564 | પોરબંદર-રાજકોટ | સવારે 7.50 વાગ્યે (ગુરુવાર-રવિવાર સિવાય) | બપોરે 12.35 વાગ્યે
59563 | રાજકોટ-પોરબંદર | બપોરે 14.50 વાગ્યે (બુધવાર-શનિવાર સિવાય) | સાંજે 20.30 વાગ્યે

Inaugural Special Train

આ નિયમિત સેવાઓ પહેલાં, 14 નવેમ્બર 2025ના રોજ ટ્રેન નંબર 09561 રાજકોટ-પોરબંદર પ્રારંભિક સ્પેશિયલ (Inaugural Special) રાજકોટથી સવારે 10.30 વાગ્યે ઉપડીને બપોરે 14.40 વાગ્યે પોરબંદર પહોંચશે.

હાલની ટ્રેનના સમયમાં ફેરફાર

આ નવી ટ્રેનો ચાલુ થવાને કારણે હાલમાં ચાલી રહેલી ટ્રેન નંબર 19572 પોરબંદર-રાજકોટ એક્સપ્રેસના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

હવે આ ટ્રેન પોરબંદરથી હાલના 2.35 વાગ્યાના બદલે સાંજે 4.00 વાગ્યે પ્રસ્થાન કરશે.

રાજકોટ સ્ટેશન પર 6.55 વાગ્યાની જગ્યાએ સાંજે 7.20 વાગ્યે પહોંચશે.

મુખ્ય સ્ટોપેજ

ઉપરોક્ત તમામ ટ્રેનો તેમની મુસાફરી દરમિયાન ભક્તિનગર, રીબડા, ગોંડલ, વીરપુર, નવાગઢ, જેતલસર, ધોરાજી, ઉપલેટા, પાનેલી મોટી, જામ જોધપુર, બાલવા, કાટકોલા, વાંસજાલિયા અને રાણાવાવ સ્ટેશનો પર બંને દિશામાં રોકાશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X