For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વરસાદથી ખાડા પડ્યા તેવા રસ્તા જલદી રીપેર કરાશેઃ વિજય રૂપાણી

વરસાદથી ખાડા પડ્યા તેવા રસ્તા જલદી રીપેર કરાશેઃ વિજય રૂપાણી

By Staff
|
Google Oneindia Gujarati News

ગાંઘીનગર ખાતે મહાનગરપાલિકા અને નપગરપાલિકાના ચેકવતિરણ કાર્યક્રમમાં બોલતા મુખ્યંમંત્રી વિજય રૂપાણી જણાવ્યું હતું કે, રાજ્યનાા શહેરી વિકાસ માટે સરકાર દ્વારા બજેટ રજૂ કર્યા ના 15 થી 17 માં દિવસે 2 હજાર કરોડની ગુજરાત રાજ્યના મહાનગરપાલિકા અને નપગરપાલિકનાને આપવામાં આવી રહ્યા છે. આ માટે રાજ્ય સરકારની ફાયનાન્સીયલ ડિસીલ્પીનરીને ગણી શકાય તેમજ વધુમાં તેમણે જણાવ્યું હતું કે, પૈસાની ચિંતા ના કરો લોકોની સસમ્યાના સમાધાન માટે કામ કરો.તેના દ્વારા આધુનિક નગરો અને વર્લ્ડક્લાસ નગરોની શહેરો બની શકશે.

vijay rupani

આ સાથે જ વિજય રૂપાણી જણાવ્યું હતું કે, શહેરોમાં સમગ્ર ભારત વસે છે. સુરત, અમદાવાદ, રાજકોટ, વડોરદામાં સમગ્ર દેશમાંથી આલોકો આવીને વસે છે. તેથી શહેરોમાં ભારત વસે છે. તેમજ શહેરોમાં વસ્તીની 50 ટકા લોકો વસવાટ કરે છે. મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, પહેલા લોકોને બે ત્રણ દિવસે પાણી મળતુ હતું તે હવે નહી પોસાય લોકોને રોજ પાણી મળવુ જોઇએ. તે પ્રકારની વ્યવસ્થા શહેરોએ વિક્સાવી પડશે. તેમજ ડ્રેનેજની કામગીરી પણ જો બાકી હોય તો પૂરી કરી દેવી પડશે.

વધુમાં સીએમ રૂપાણીએ કહ્યું કે શહેરોમાં વરસાદને લીધે જે રસ્તા પર ખાડા પડ્યા છે તેને લઇને પણ ઝડપી કામગીરી કરવા માટે મહાનગરો અને નગરપાલીકાએ કામ શરૂ કરી દેવુ પડશે.
મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા મહાનગરપાલિકા અને નગરપાલિકા તેમજ શહેરી સત્તા મંડળોને 2000 હજાર કરોડના ચેક વિત્તરણ કરવામાં આવ્યા હતા. જેમા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, મ્યુનિ ફાયનાન્સ બોર્ડના પ્રમુખ ધનસૂખ ભંડેરી, રાજ્ય કક્ષાના મંત્રી યોગેશ પટેલ, વિભાવરીબેન દવે તેમજ મહાનગર અને નગરોના અધિકારીઓ અને પદ્દાધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા

<strong>વડોદરાઃ 5.7 લાખના ડ્રગ્સ સાથે 2 કોલેજિયન વિદ્યાર્થીની ધરપકડ</strong>વડોદરાઃ 5.7 લાખના ડ્રગ્સ સાથે 2 કોલેજિયન વિદ્યાર્થીની ધરપકડ

English summary
rain affected roads will be repaired soon says Vijay Rupani
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X