લીમડીમાં એર ફોર્સનું હેલિકોપ્ટર બોલાવાયું, પૂરની સ્થિતિ

Posted By:
Subscribe to Oneindia News

ગુજરાતનાં હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી હતી. તે પછી સૌરાષ્ટ્ર અને સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના કારણે ઠેર ઠેર પૂરની સ્થિતિ સર્જાઇ છે. ચોટિલા જિલ્લામાં લીમડી, સાયલામાં ભારે વરસાદના કારણે એર ફોર્સના હેલિકોપ્ટર મોકલીને પૂર જેવી પરિસ્થિતિમાં ફસાયેલા લોકોને બચાવવામાં આવ્યા. એટલું જ નહીં એનડીઆરએફની ટુકડીને પણ બચાવ કરવા માટે દોડતી કરવામાં આવી છે.

limdi rain gujarat

ચોટીલાના ઘાંચીવાડમાં એનડીઆરએફની ટૂકડીએ પાંચ લોકોને બચાવ્યા છે. રાજકોટ જિલ્લામાં પણ વરસાદના કારણે ભાદર ડેમ, આજી ડેમ, ન્યારી ડેમ છલકાયા છે. ભાદર ડેમ 19 ફીટની ઊંચાઇએ આજી ડેમ 24.10 ફીટ ઊંચાઇએ અને ન્યારી ડેમ 15 ફીટની ઊંચાઇએ પહોંચ્યો છે. રાજકોટના જે રીતે મુશળધાર વરસાદ પડી રહ્યો છે તે જોતા આજે આજી ડેમ ઓવરફ્લો થશે તેવી પ્રબળ સંભાવનાઓ છે.

rain gujarat

ઉલ્લેખનીય છે કે હજી પણ આવનારી 24મી જુલાઇ સુધી હવામાન વિભાગે અતિ ભારે વરસાદની આગાહી કરી છે. અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાતા હવામાનમાં આ પલટો થયો છે. વધુમાં તંત્ર દ્વારા માછીમારોને દરિયો ખેડવા ન જવાની સૂચના આપી છે. વધુમાં ભારે વરસાદના પગલે લીંબડી થી બગોદરા હાઇવે પર પણ 5 ફૂટ જેટલું પાણી ભરાયું છે. જેના કારણે રસ્તો નદી જેવા દેખાવા લાગ્યો છે.

limdi rain
rain
English summary
Gujarat: Indian Air Force helicopter airlifts people from flood-hit villages of Limbdi, Sayla and Chotila Talukas in Surendranagar district.
Please Wait while comments are loading...