For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દક્ષિણ ગુજરાતમાં 25 મે થી વરસાદની સંભાવના, રાજ્યમાં 2 થી 3 ડિગ્રી તાપમાનમાં ઘટાડો નોધાયો

સમગ્ર રાજ્યમાં છેલ્લા બે ત્રણ દિવસથી ગરમીમાં ઘટાડો નોધાયો છે. તેમજ અરબ સાગરમાં પ્રી મોનસૂન ગતિવિધિઓ પણ શરૂ થઇ ગઇ છે. મોસમ વિભાગે ચેતવણી આપી છે કે, 25 મેથી દક્ષિણ ગુજરાતમાં વરસદાની સંભાવના છે. જ્યારે રાજ્યમાં આગામી 4-5 દિ

|
Google Oneindia Gujarati News

સમગ્ર રાજ્યમાં છેલ્લા બે ત્રણ દિવસથી ગરમીમાં ઘટાડો નોધાયો છે. તેમજ અરબ સાગરમાં પ્રી મોનસૂન ગતિવિધિઓ પણ શરૂ થઇ ગઇ છે. મોસમ વિભાગે ચેતવણી આપી છે કે, 25 મેથી દક્ષિણ ગુજરાતમાં વરસદાની સંભાવના છે. જ્યારે રાજ્યમાં આગામી 4-5 દિવસમાં ગરમીથી રાહત મળશે અને ગરમીનો પારો 2-3 ડિગ્રી સુધી નીચે જશે.

Monsoon

મોસમ વિભાગ અનુસાર દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લામાં વરસાદ પડી શકે છે. જ્યારે કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ દિવમાં સામાન્ય વરસાદ પડી શકે છે. અમદાવાદમાં આ દરમિયાન તાપમાનનો પારો 41 ડિગ્રીની વચ્ચે રહી શકે છે.

આ વર્ષે ગુજરાતમાં સામાન્ય મૌનસૂન રહેવાની શક્યતા છે. મૌસમ સંદર્ભમાં જાણકારી આપનાર પ્રાઇવેટ સંસ્થા સ્કાયમેટ અનુસાર ગુજરાતમાં મે અંત સુધીમાં ગરમીનો પ્રકોપ યથાવત રહેશે. જેમા સામાન્ય વઘ ઘટ જોવા મળી શકે છે. જ્યારે કેરલમાં 26 મે થી મૌનસૂનની આગમ થવાની શક્યા છે.આવી સ્થિતિમાં દક્ષિણ ગુજરાતમાં 10 થી 15 જૂન વચ્ચે અને 15 થી 20 જૂન વચ્ચે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં મૌનસૂનનું આગમને શરૂ થઇ શકે છે. રાજ્યમાં ગરમીથી લોકોને ભારે તકલિફનો સામનો કરવો પડ્યો છે.

English summary
Rain prediction in sauth gjarat, in Gujarat temperature drop 2-3 degree
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X