Gujarat Weather: રાજ્યમાં વરસાદ સાયલન્ટ મોડમાં, જાણો હવામાન વિભાગની આગાહી

Gujarat Weather: ગુજરાત સહિત દેશના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ નોંધાયો. જોકે, હવે પછી આ પ્રકારની મોટી વરસાદી સિસ્ટમ બનવાની સંભાવના ઓછી છે. આ દરમિયાન હવામાન વિભાગે ચોમાસાની વિદાય અંગે પણ શક્યતા દર્શાવી છે.

Gujarat Weather

Gujarat Rain: રાજ્યમાં ચોમાસું અંત તરફ આવીને ઊભું છે ત્યારે વરસાદ સાયલન્ટ મોડમાં આવી ગયું છે. ગુરુવારે કચ્છમાં માત્ર અબડાસા તાલુકામાં મેધા ખાલી હાજરી પુરાવી હતી. આવી પરિસ્થિતિ વચ્ચે હવામાન વિભાગે ગુજરાતમાં ક્યાંક ક્યાંક છૂટો છવાયો વરસાદ પડવાની શક્યતાઓ દર્શાવી છે.ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની આગાહી

Weather News: હવામાન વિભાગ પ્રમાણે આજે શુક્રવારના દિવસ માટે રાજ્યના મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. આ ઉપરાંત પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં પણ નામ માત્ર વરસાદ રહેવાની ધારણા છે. તેમજ સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, દીવ અને કચ્છમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે.

રાજ્યમાં બેવડી ઋતુની આગાહી

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં છૂટોછવાયો વરસાદ વરસવાની શક્યતા છે. 17 સપ્ટેમ્બર સુધી રાજ્યાના છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્ય વરસાદની શક્યતા છે.જ્યારે કે, 14થી 16 સપ્ટેમ્બર દરમિયાન દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતના જિલ્લામાં છૂટાછવાયા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે બીજી તરફ વરસાદ બંધ થતાં રાજ્યના મહત્તમ તાપમાનમાં 1થી 2 ડિગ્રીના વધારાની પણ શક્યતા સેવાઈ રહી છે. ભેજને લીધે વહેલી સવારે વાતાવરણમાં ધુમ્મસ પણ જોવા મળી શકે છે.

રાજ્યમાં કેટલું રહેશે તાપમાન

બીજી તરફ અમદાવાદ, આણંદ, ભરૂચ, ગાંધીનગર, જુનાગઢ, મહીસાગર, ખેડા, પાટણ, મહેસાણા, વડોદરા સહિતના જિલ્લાઓમાં 32 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. ત્યારે અરવલ્લી, બનાસકાંઠા, ભાવનગર, છોટાઉદેપુર, દાહોદ, દેવભૂમિ દ્વારકા, જામનગર, નર્મદા, પંચમહાલ, સાબરકાંઠા, તાપી સહિતના જિલ્લાઓમાં 31 મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X