Gujarat Weather: ગુજરાતમાં 3 વરસાદી સિસ્ટમ સક્રિય થતા વરસાદનું જોર વધશે, આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: હવામાન વિભાગની વરસાદને લઇ આગાહી સામે આવી છે, જેમાં ગુજરાતમાં ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતા વરસાદનું જોર વધશે અને દક્ષિણ ગુજરાતમાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, નર્મદા, ડાંગ, વલસાડમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, તો નવસારી અને દમણમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતમાં આ જિલ્લામાં વરસાદની આગાહી
Gujarat Rain Forecast: હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ ,પંચમહાલ, દાહોદ, મહીસાગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલીમાં હળવા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, એક સાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય થતા વધશે વરસાદનું જોર વધશે અને સાયક્લોનિક સર્ક્યુલેશનમાં,લો પ્રેશર સિસ્ટમ અને ઓફ શોર ટ્રફ સક્રિય થયો છે.
ગુજરાતમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 54.67% જેટલો નોંધાયો
આજે સવારે 08:00 કલાક સુધીમાં રાજ્યમાં આવેલ ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ 58.19% તેમજ અન્ય 206 જળાશયો કુલ સંગ્રહ ક્ષમતાના 60% કરતાં વધુ ભરાઈ ગયા છે. ગુજરાતના 28 જળાશયો 100%, 62 જળાશયો 70થી 100%, 41 જળાશયો 50થી 70%, 37 જળાશયો 25થી 50% તેમજ 38 જળાશયો 25% કરતાં ઓછા ભરાયેલા છે. આમ, સમગ્ર ગુજરાતમાં વરસાદના પગલે 48 ડેમ હાઇ એલર્ટ, 17 ડેમ એલર્ટ અને 25 ડેમ માટે વોર્નિંગ આપવામાં આવી છે.












Click it and Unblock the Notifications
