અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં ઠેર ઠેર વરસ્યો વરસાદ, વાતાવરણમાં ઠંડક, ખેડૂતોમાં ખુશી

અમદાવાદ અને ગાંધીનગરના અનેક વિસ્તારોમાં ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો હતો.

અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાનો આરંભ થઈ ગયો છે. અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ ગઈ કાલે મોડી રાતે અમદાવાદ અને ગાંધીનગરના અનેક વિસ્તારોમાં ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો હતો. રાતે 9 વાગે વરસાદ શરૂ થતા વાતાવરણ ઠંડુ થઈ ગયુ છે. આ સાથે રાજ્યના અનેક જિલ્લાઓમાં પણ વરસાદ થયો હતો. અમદાવાદના બોપલ, શીલજ, સેટેલાઈટ, જોધપુર, વસ્ત્રાપુર, પાલડી, વાસણા, સરખેડ, મેમ્કો, દૂધેશ્વર, નરોડારોડ, જમાલપુર સહિતના વિસ્તારોમાં વરસાદ થયો હતો. વળી, વૈષ્ણોદેવી, જગતપુર, ચાંદખેડા, મોટેરા, આંબાવાડી, સરખેજ સહિત શહેરમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. શહેરના અલગ અલગ વિસ્તારોમાં સરેરાશ એક ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. વરસાદના પગલે ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા છે.

rain

ગાંધીનગરમાં અને વિરમગામમાં પણ વાતાવરણ પલટાયુ હતુ અને વરસાદી ઝાપટુ પડ્યુ હતુ. વલસાડના કપરાડા તેમજ મોડાસા પંથકમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો હતો. ભારે પવન સાથે મોડાસામાં વરસાદ વરસ્યો હતો. મોડાસા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ વરસતા વાતાવરણમાં પલટો આવ્યો હતો. સાબરકાંઠા જિલ્લામાં પણ મોડી રાતે પવન સાથે વરસાદ વરસ્યો હતો. વળી, હિંમતનગર, પ્રાંતિજ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. વરસાદી માહોલથી વાતાવરણ ઠંડક પ્રસરી ગઈ હતી અને ચોમાસાનુ આગમન થઈ જતા ખેડૂતોમાં પણ આનંદની લાગણી જોવા મળી હતી.

પંચમહાલમાં ગોધરા સહિત આસપાસના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. બગીડોળ, મહેલોલ, દરુણીયા, પોપટપુરા સહિતના ગામોમાં વરસાદ નોંધાયો હતો. આણંદમાં પણ મોડી રાતે વરસાદથી લોકોને ગરમીમાંથી રાહત મળી હતી.તમને જણાવી દઈએ કે હવામાન વિભાગના બુલેટીનમાં જણાવ્યા અનુસાર રાજ્યના 21 જિલ્લાઓમાં વરસાદની સંભાવના છે જેમાં દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, સુરત, તાપી, નર્મદા, ડાંગ તેમજ સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીરસોમનાથમાં પાંચ દિવસમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. વળી, જૂનાગઢ, રાજકોટ, અમદાવાદ, આણંદ સહિત મધ્ય ગુજરાતમાં પણ વરસાદની સંભાવના છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X