Pics: અમદાવાદમાં મેઘરાજાએ કર્યું શ્રાવણનું સ્વાગત
અમદાવાદ, 14 ઓગસ્ટ: આજે અમાસ છે, અને આવતીકાલથી દિવાસા છે અને આવતીકાલથી પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઇ રહી છે, તેમ જ 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિવસ પણ છે. એ પૂર્વે આ તમામ પવિત્ર દિવસોનું સ્વાગત મેઘરાજાએ કરી દીધું છે.
આજે સમી સાંજે અમદાવાદ સહીતના શહેરોમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો, જેના કારણે ઠેરઠેર પાણી પણ ભરાઇ ગયા હતા. અમદાવાદમાં લાંબા વિરામ બાદ મેઘરાજાની મહેરના કારણે અમદાવાદીઓએ હાસકારો પણ અનુભવ્યો હતો.
જોકે મુશ્કેલીની વાત એ છે કે ધમધમાટ પડેલા આ વરસાદે નીચાણવાડા વિસ્તારોમાં પાણી ભરાઇ જવાની પ્રાથમિક માહીતી પણ મળી રહી છે. શહેરના નીચાણવાળા વિસ્તારો જેવાકે હાટકેશ્વર, ખોખરા, જશોદાનગર, સિવિલ, કાંકરિયા, ગિરધરનગર વગેરે વિસ્તારોમાં ઠીંચણ સમા પાણી ભરાઇ ગયા છે.
અચાનક વરસાદના આગમનના કારણે શહેરમાં ઠેરઠેર ટ્રાફીકની સમસ્યા પણ સર્જાઇ હતી. જોકે આ બધાની વચ્ચે અમદાવાદીઓએ વરસાદી મજા માણી છે. આવો તસવીરોમાં જોઇએ માત્ર ત્રીસ મિનિટમાં વરસાદે ખોખરા વિસ્તારના હાઉસિંગના મકાનોમાં કેવા પાણી ભરી દીધા છે... જુઓ તસવીરો....

અમદાવાદમાં ગાજવીજ સાથે વરસાદ
રિવરફ્રંટ ખાતે વરસાદની મજા માણતા અમદાવાદીઓ.

અમદાવાદમાં ગાજવીજ સાથે વરસાદ
માત્ર ત્રીસ મિનિટમાં વરસાદે ઠેરઠેર પાણી ભરી દીધા.

ફરી અમદાવાદ પાણી પાણી
લાંબા વિરામ બાદ ફરી મેઘાએ શહેરમાં દેખા દીધા કે ઘણા વિસ્તારો પાણીમાં ઘરકાવ થઇ ગયા.

ખોખરા વિસ્તાર
અમદાવાદના ખોખરા વિસ્તારમાં સહેજ વરસાદ વરસતા બેટ જેવી સ્થિતિ સર્જાય છે.

વાહનો ડૂબી ગયા
અમદાવાદમાં જોરદાર વરસાદ પડવાના કારણે વાહનો પણ ડૂબી ગયા.

શાળાના બાળકોને મુશ્કેલી
વરસાદની મજા માણતા શાળાના બાળકો, પરંતુ તેમને ઘરે પાછા ફરતા દરિયો ઓળંગવાનો અનુભવ થયો હતો.

અમદાવાદમાં ગાજવીજ સાથે વરસાદ
વરસાદની મજા માણતા અમદાવાદીઓ.
જુઓ વીડિયોમાં કેવા ભરાયા પાણી
જુઓ વીડિયોમાં કેવા ભરાયા પાણી... અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડ સોસાયટીમાં પૂર જેવી સ્થિતિ સર્જાઇ હતી.