Gujarat Rain: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 102 તાલુકામાં વરસાદ, લુણાવાડામાં સૌથી વધુ 2.60 ઈંચ વરસ્યો
Gujarat Rain: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં પડેલા વરસાદની વાત કરીએ તો રાજ્યમાં 102 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધારે વરસાદ મહિસાગરના લુણાવાડામાં 2.60 ઈંચ નોંધાયો છે.

Gujarat Rain Update: ગુજરાતમાં અત્યારે વરસાદી માહોલ ચાલી રહ્યો છે. જોકે, થોડા દિવસથી વરસાદ નબળો પડ્યો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં પડેલા વરસાદની વાત કરીએ તો રાજ્યમાં કૂલ 102 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે વરસાદ મહિસાગરના લુણાવાડામાં 2.60 ઈંચ નોંધાયો છે. અને નર્મદા જિલ્લાના ડેડિયાપાડામાં 2.01 ઈંચ વરસાદ નોધાયો છે.
રાજ્યમાં માત્ર 2 તાલુકામાં બે ઈંચ કરતા વધારે વરસાદ નોંધાયો
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા આપેલા વરસાદના આંકડા પ્રમાણે 27 ઓગસ્ટ 2025, સવારે 6 વાગ્યાથી લઈને 28 ઓગસ્ટ 2025, સવારે 6 વાગ્યા સુધી 24 કલાકના સમયમાં ગુજરાતમાં 102 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ મહિસાગર જિલ્લાના લુણાવાડામાં 2.60 ઈંચ વરસાદ નોંધાયો હતો. નર્મદા જિલ્લાના ડેડિયાપાડામાં 2.01 ઈંચ વરસાદ નોધાયો છે. રાજ્યમાં માત્ર 2 તાલુકામાં 2 ઈંચ કરતા વધારે વરસાદ નોંધાયો હતો.
રાજ્યમાં 91 તાલુકામાં 1 ઈંચ કરતા ઓછો વરસાદ નોંધાયો
SEOC ગાંધીનગર દ્વારા આપેલા વરસાદના આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 102 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં 91 તાલુકા એવા છે જ્યાં 1 ઈંચ કરતા ઓછો વરસાદ નોંધાયો છે. આ પૈકી 22 તાલુકા એવા છે જ્યાં વરસાદે માત્ર હાજરી પુરાવી છે. એટલે કે આ તાલુકાઓમાં માત્ર 1-2 એમએમ વરસાદ નોંધાયો છે.
આજે દક્ષિણ ગુજરાતના આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગે આજે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની આગાહી કરી છે. આગાહી પ્રમાણે વલસાડ, નવસારી, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડશે. હવામાન વિભાગે આ જિલ્લાઓમાં વરસાદનું યલો એલર્ટ આપ્યું છે. વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા પણ જરૂરી તૈયારીઓ કરવામાં આવી રહી છે. નીચાણવાળા વિસ્તારો અને નદીકાંઠાના ગામોમાં લોકોને સાવચેત રહેવા માટે સૂચના આપવામાં આવી છે.












Click it and Unblock the Notifications
