Gujarat Rain: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 198 તાલુકામાં વરસાદ, જાણો સૌથી વધુ ક્યાં થયો વરસાદ

Gujarat Rain: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં પડેલા વરસાદની વાત કરીએ તો રાજ્યમાં 198 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ તાપીના ડોલવણમાં 6.46 ઈંચ ખાબક્યો હતો.

Gujarat Rain

Gujarat Rain Update: ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે ત્યારે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં સામાન્યથી અતિ ભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં પડેલા વરસાદની વાત કરીએ તો રાજ્યમાં 198 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ તાપીના ડોલવણમાં 6.46 ઈંચ ખાબક્યો હતો.

રાજ્યમાં 24 કલાકમાં 198 તાલુકામાં વરસાદ નોંધાયો

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા આપેલા વરસાદના આંકડા પ્રમાણે 5 સપ્ટેમ્બર 2025, સવારે 6 વાગ્યાથી 6 સપ્ટેમ્બર 2025, સવારે 6 વાગ્યા દરમિયાન રાજ્યના 198 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ તાપીના ડોલવણમાં 6.46 ઈંચ વરસાદ ખાબક્યો હતો.

રાજ્યના 9 તાલુકા જ્યાં 4 ઈંચ કરતા વધારે વરસાદ નોંધાયો

જિલ્લો - તાલુકો - વરસાદ(ઈંચમાં)
તાપી - ડોલવણ - 6.46
સુરત - બારડોલી - 5.31
તાપી - વાલોદ - 5
મહિસાગર - લુણાવાડ - 4.45
મહિસાગર - કડાણા - 4.41
તાપી- સોનગઢ - 4.37
અરવલ્લી - ધનસુરા - 4.37
નવસારી - ગણદેવી - 4.21
નવસારી - ખેરગામ - 4.09

ગુજરાતના 87 તાલુકામાં 1થી 4 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો

રાજ્યના આ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

હવામાન વિભાગ પ્રમાણે આજે શનિવાર માટે ગુજરાતના પાંચ જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે. હવામાન વિભાગે નવસારી, વલસાડ, ડાંગ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદનું રેડ એલર્ટ આપ્યું હતું. આ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X