અ'વાદમાં વરસાદી ઝાપટા, ભારે વરસાદની આગાહી

અમદાવાદ, 14 જુલાઇ: છેલ્લા બે એક મહિનાથી વરસાદ માટે તરસી રહેલા અમદાવાદીઓને મેઘાએ આજે વહેલી સવારે ભીંજવ્યા હતા. આજે સવારે સાડા આઠ વાગ્યાની આસપાસ અમદાવાદના નરોડા પાટિયા સહિતના વિસ્તારોમાં હળવો વરસાદ પડ્યો હતો. આ સાથે અમદાવાદમાં વરસાદનું આગમન થયું હોય તેવું અનુમાન લગાવાઇ રહ્યું છે. આ ઉપરાંત ગાંધીનગરમાં પણ હળવા છાંટા પડ્યા હતા. જેથી લોકોને ગરમીમાં ભારે રાહતનો અહેસાસ થયો હતો.

અત્રે નોંધનીય છે કે પાકિસ્તાન અને સૌરાષ્ટ્ર્-કચ્છમાં થયેલા અપર એર સાયક્લોનીક સરક્યુલેશનની અસરોને પગલે દક્ષિણ ગુજરાત, કચ્છ અને અમદાવાદમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. કેટલાંક સ્થળોએ વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાવાની પણ સંભાવના છે.

હવામાન વિભાગે બની રહેલા અપર પ્રેસરના પગલે એવી આગાહી કરી છે કે સોમવાર અને મંગળવારે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ત્યારબાદ ઉત્તર ગુજરાતમાં મધ્યથી ભારે વરસાદ પડી શકે છે. અત્રે નોંધનીય છે કે ગઇકાલે રવિવારે સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં સારો એવો વરસાદ પડ્યો હતો.

rain
સૌરાષ્ટ્રના પાંચ જિલ્લાઓમાં 2 ઇંચ સુધીનો વરસાદ પડ્યો
સૌરાષ્ટ્રની વાત કરીએ તો, સૌરાષ્ટ્રના પાંચ જિલ્લાઓમાં ગઇકાલે રવિવારે જ વરસાદે આગમન કરી દીધું છે. અત્રે સારો એવો બે ઇંચ વરસાદ નોંધાયો છે. આ પાંચ જિલ્લાઓમાં રાજકોટ, ભાવનગર, જુનાગઢ, જામનગર, અને અમરેલીનો સમાવેશ થાય છે. અત્રે પડેલા વરસાદે ઠેરઠેર ટ્રાફીક જામ જેવી સ્થિતિ સર્જાઇ હતી, જ્યારે કેટલાંક વાહનો ફસાઇ જવાના સમાચાર પણ પ્રાપ્ત છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X