19 સપ્ટેમ્બરથી રાજ્યમાં ફરીથી વરસાદ, હજુ 20 ટકા વરસાદની ઘટ!
ગુજરાત અને તેમાં પણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ બાદ હવે હવામાન વિભાગે એક રાહતના સમાચાર આપ્યા છે. જો કે આ રાહત લાંબો સમય ટકે તેનું કોઈ નક્કી નથી, કેમ કે રાજ્યમાં 19 સપ્ટેમ્બર બાદ વરસાદની નવી ઈનિંગ્સ શરૂ થવા જઈ રહી છે.
ગુજરાત અને તેમાં પણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ બાદ હવે હવામાન વિભાગે એક રાહતના સમાચાર આપ્યા છે. જો કે આ રાહત લાંબો સમય ટકે તેનું કોઈ નક્કી નથી, કેમ કે રાજ્યમાં 19 સપ્ટેમ્બર બાદ વરસાદની નવી ઈનિંગ્સ શરૂ થવા જઈ રહી છે. હવામાન વિભાગ મુજબ, રાજ્યમાં 19 સપ્ટેમ્બર બાદ ફરીથી વરસાદની સ્થિતી બની શકે છે. જેના કારણે રાજ્યના ઘણા વિસ્તારોમાં સારો વરસાદ નોંધાઈ શકે છે. ઉલ્લેખનિય છે કે વરસાદની મોટી ઘટ બાદ ગુજરાતમાં સપ્ટેમ્બર મહિનામાં સારો વરસાદ નોંધાઈ રહ્યો છે.

રાજ્યમાં હજુ પણ 20 ટકા વરસાદની ઘટ
હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી ત્રણ દિવસ વરસાદી માહોલ જોવા મળશે, ત્યારબાદ 19 સપ્ટેમ્બરથી ફરીથી વરસાદનું જોર વધશે. હજુ રાજ્યમાં 20 ટકા વરસાદની ઘટ છે ત્યારે ઓડિશા તરફથી આવતી વરસાદી સિસ્ટમ ફંટાઈ જતા હવામાન વિભાગે સૌરાષ્ટ્રમાંથી રેડ એલર્ટની આગાહી હટાવી છે. હવામાન વિભાગે અગાઉ રાજકોટ, જૂનાગઢ અને વલસાડ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના જોતા રેડ એલર્ટ જાહેર કર્યું હતું.

ઝોન પ્રમાણે વરસાદની સ્થિતી
ગુજરાતમાં ઝોન મુજબ વરસાદની વાત કરવામાં આવે તો, સૌરાષ્ટ્રમાં સૌથી વધુ 85 ટકા વરસાદ નોંધાયો છે. ત્યારબાદ કચ્છમાં 75 ટકા, દક્ષિણ ગુજરાતમાં 73 ટકા અને મધ્ય ગુજરાતમાં 59 ટકા વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં સૌથી સૌથી ઓછો 57 ટકા વરસાદ ઉત્તર ગુજરાતમાં નોધાયો છે.

ગુજરાતના જળાશયોની સ્થિતી
ગુજરાતના જળાશયોની સ્થિતી પર એક નજર કરીએ તો, રાજ્યના કુલ 48 ડેમ ઓવરફ્લો થયા છે. આ 48 ડેમમાં 44 ડેમ સૌરાષ્ટ્રના છે. આ ઉપરાંત રાજ્યના 69 ડેમ હાઈએલર્ટ પર છે. 11 ડેમને એલર્ટ પર રખાયા છે. ઝોન મુજબ જોઈએ તો, સૌરાષ્ટ્રના 141 ડેમમાં 75 ટકા પાણી છે. કચ્છના 20 ડેમમાં 26 ટકા પાણીનો જથ્થો સંગ્રહિત છે. ઉત્તર ગુજરાતના 15 ડેમમાં માત્ર 29 ટકા છે. મધ્ય ગુજરાતના 17 ડેમમાં 52 ટકા પાણી છે. જ્યારે દક્ષિણ ગુજરાતના 13 ડેમમાં હાલ 87 ટકા પાણીનો જથ્થો છે. અને રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં 54 ટકા પાણી સંગ્રહિત છે.












Click it and Unblock the Notifications
