Raipur Accident : રાયપુરમાં સ્ટીલ પ્લાન્ટમાં દુર્ઘટના, 6 શ્રમિકોના મોત

Raipur Accident : છત્તીસગઢની રાજધાની રાયપુર નજીક સ્થિત સિલતારા ઔદ્યોગિક વિસ્તારમાં એક દુખદ અકસ્માત સામે આવ્યો છે.

અહીં શહેરના બહારના વિસ્તારમાં આવેલ ગોદાવરી ઇસ્પાત લિમિટેડ સ્ટીલ પ્લાન્ટ (Godawari Ispat Limited Steel Plant) માં શુક્રવારે એક મોટો અકસ્માત સર્જાયો, જેમાં ઓછામાં ઓછા 6 શ્રમિકોના મોત થયા હોવાના સમાચાર છે.

Raipur Accident

અહેવાલો અનુસાર, પ્લાન્ટમાં ચાલી રહેલા બાંધકામ દરમિયાન એક ભારે માળખું અચાનક તૂટી પડ્યું હતું. આ માળખાના કાટમાળ નીચે દબાઈ જવાથી સ્થળ પર જ 6 મજૂરોના કરૂણ મૃત્યુ થયા છે, જ્યારે અન્ય ઘણા શ્રમિકો ગંભીર રીતે ઘાયલ છે.

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, મજૂરો રોજિંદા મુજબ કામ કરી રહ્યા હતા ત્યારે અચાનક ફેક્ટરીની અંદર હાજર ભારે મશીનનો એક ભાગ ધરાશાયી થયો હતો, જેના કારણે આ ભયાનક અકસ્માત સર્જાયો. અકસ્માત બાદ ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

દુર્ઘટનાની જાણ થતાં જ પોલીસ અને વહીવટી અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા. બચાવ અને રાહત કાર્ય યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવ્યું છે.

રાયપુરના એસપી લાલ ઉમેદ સિંહના જણાવ્યા અનુસાર, કાટમાળ નીચે દબાયેલા મજૂરોને બહાર કાઢવા માટે જેસીબી (JCB) અને અન્ય મશીનોની મદદ લેવામાં આવી હતી.

ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની જિલ્લા હોસ્પિટલ પંડરી અને અન્ય ખાનગી હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે. કેટલાક ઘાયલોની હાલત નાજુક છે અને તેમને વિશેષ દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. મૃત્યુઆંક વધી શકે તેવી સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે.

આ ગંભીર ઘટના બાદ સ્થાનિક મજૂરો અને તેમના પરિજનોમાં આક્રોશ ફેલાયો છે. તેમનો આરોપ છે કે પ્લાન્ટ મેનેજમેન્ટે સુરક્ષાના પૂરતા પગલાં લીધા ન હતા, જેના કારણે આ મોટો અકસ્માત થયો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X