ખેડૂત અને નાગરીક હિતના નવા નિર્ણયો અને આયામોનું પ્રેઝેન્ટેશન મહેસૂલ મંત્રી કરશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સમક્ષ મહેસૂલ વિભાગ દ્વારા ખેડૂતો સહિત નાગરિકોના વ્યાપક હિતમાં તૈયાર કરાયેલા નવા નિર્ણયો-આયામોનું ગાંધીનગર ખાતે વિસ્તૃત પ્રેઝેન્ટેશન રજૂ કરાશે-મહેસૂલ મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી

મહેસૂલ વિભાગ દ્વારા ખેડૂતો, જમીન માલિકો સહિત નાગરિકોના વ્યાપક હિતમાં તૈયાર કરાયેલા નવા નિર્ણયો-આયામોનું ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સમક્ષ વિસ્તૃત પ્રેઝેન્ટેશન રજૂ કરીને વિવિધ નિર્ણયો કરાશે તેમ મહેસૂલ મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીએ જણાવ્યું છે.
મુખ્યમંત્રીના માર્ગદર્શનમાં મહેસૂલ વિભાગ દ્વારા છેલ્લા કેટલાય દિવસોથી અનેકવિધ બેઠકો કરીને અધિકારીઓશ્રી સાથેની ચર્ચા વિચારણા બાદ તૈયાર કરેલા નવા નિયમો અને વિવિધ આયામોની વિગતો પ્રેઝેન્ટેશન દ્વારા રજૂ કરાશે. મહેસૂલ વિભાગ દ્વારા અમલમાં આવનાર આ નવા નિયમો અને આયામોથી ખેડૂતો, જમીન માલિકો સહિત નાગરિકોને વધુને વધુ મદદરૂપ થશે તેમજ તેમને પડતી તકલીફો દૂર થશે તેમ તેમણે ઉમેર્યું હતું.

Click it and Unblock the Notifications