For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતમાં રાષ્ટ્રકથા શિબરમાં આગ લાગવાથી 3 યુવતીઓની મોત

રાજકોટ પાસે પ્રંસાલામાં એક શિબિરમાં શુક્રવારે મોડી રાતે ભીષણ આગ લાગતા 3 યુવતીની મોત થઇ અને 15થી વધુ યુવતીઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઇ છે. જાણો આ ખબર વિષે વધુ માહિતી અહીં.

|
Google Oneindia Gujarati News

ગુજરાતના પ્રાંસલામાં આગની મોટી ઘટના બની છે. અહીં રાષ્ટ્રકથા શિબિરમાં આગ લાગવાના કારણે ત્રણ છોકરીઓની મોત થઇ છે. અને લગભગ 15 જેટલી છોકરીઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઇ છે. ઉલ્લેખનીય છે કે આ ઘટના શુક્રવારે મોડી રાતે થઇ હતી. રાજકોટની પાસે આવેલા પ્રાંસલા ગામમાં મોડી રાતે થયેલી આ ઘટનામાં ફાયરબ્રિગ્રેડ વહેલી સવારે આગ પર કાબુ મેળવી લીધો છે. અને ઇજાગ્રસ્ત યુવતીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. જ્યાં તેમના પરિવારજનો પણ પહોંચી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આ ઘટનામાં 3 છોકરીઓની મોત સાથે જે 15 છોકરીઓ ઇજાગ્રસ્ત થઇ છે તે પણ ગંભીર રીતે દાઝી છે. ઉલ્લેખનીય છે કે પ્રાંસલામાં 6 જાન્યુઆરીથી આ શિબિર શરૂ કરવામાં આવી હતી અને આજે તેનો છેલ્લો દિવસ હતો.

accident fire

આ કાર્યક્રમમાં લગભગ 15000 છોકરીઓએ ભાગ લીધો હતો. અને માનવામાં આવે છે કે શોર્ટ સકિટના કારણે આગ લાગી હતી. જો કે હાલ આગ લાગવાના કારણની તપાસ શરૂ કરવામાં આવી છે. આગ લાગ્યા પછી ફાયર બ્રિગ્રેડની 15 ગાડીઓ અને સ્થાનિક લોકોની મદદ સાથે આગ પર સફળતા પૂર્વક કાબુ મેળવી લેવામાં આવ્યો છે. પોલીસે આ ઘટના પછી હાલ સમગ્ર મામલાની તપાસ શરૂ કરી છે. વધુમાં નોંધનીય છે કે ગૃહમંત્રી રાજનાથ સિંહ પણ પ્રશાંલાના આ કાર્યક્રમમાં 2 દિવસ પહેલા હાજરી આપવા આવ્યા હતા. અને આગ લાગી હતી ત્યારે અભિનેતા મુકેશ ખન્ના પણ આવ્યા હતા. પહેલા સિરીયલોમાં શક્તિમાન તરીકે રોલ ભજવી ચૂક્યા છે.

Gujarat

નોંધનીય છે કે શ્રી વૈદિક મિશન ટ્રસ્ટ ગત 18 વર્ષથી પ્રાંસલામાં દસ દિવસનો યૂથ કેમ્પ આયોજીત કરતી આવે છે. આ કાર્યક્રમમાં રાષ્ટ્ર કથા શિબિર શૃંખલા તરીકે ઓળખાય છે. આ કેમ્પ દ્વારા વિવિધ લોકોને મંચ આપવામાં આવે છે કે તે યુવાઓને ન્યૂટ્રીશન સહિત રાષ્ટ્રીય એકતા, સામાજિક સમરસતા, ધાર્મિક સદ્દભાવના સમેત માર્શલ આર્ટ સમેત વસ્તુઓ શીખી શકે. આ માટે અહીં તેમને ટ્રેનિંગ પણ આપવામાં આવે છે. આ વર્ષે પણ 18મી રાષ્ટ્રકથા શિબિરમાં હાજરી આપવા માટે 16000 બાળકો આવ્યા હતા. અને તેમની આયુ 8 થી 18 વર્ષની વચ્ચે હતી. ત્યારે જ આ આગનો અકસ્માત બન્યો હતો. જેમાં 3 યુવતીઓની મોત થઇ છે.

English summary
3 girls dead, few injured after fire broke out at Rashtra Katha Shibir in Pransla Gujarat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X