રાજકોટના પરિવારને નડ્યો અકસ્માત, 4 ના મોત

Subscribe to Oneindia News

ડાંગના સાપુતારા-વઘઇ રોડ પર બાજ ગામ પાસે શિરડીથી દર્શન કરી રાજકોટ પરત ફરતા પરિવારને અકસ્માત નડ્યો હતો. બાજ ગામ પાસે તેમની કાર પર તોતિંગ વૃક્ષ તૂટી પડતા 4 લોકોનું ઘટના સ્થળે મોત નીપજ્યા હતા અને ૨ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોને 108 મારફતે તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાવામાં આવ્યાં હતા. વધુ સારવાર અર્થે સુરતની હોસ્પિટલમાં ખસેડાયા હતા.

accident

મળતી માહિતી મુજબ રાજકોટનો પરિવાર શિરડી નાસિકનાં દર્શનાર્થે ગયેલ પરત રાજકોટ જઇ રહ્યા હતા. તે દરમ્યાન સાપુતારા- વઘઇ રોડ પર બાજ ગામ પાસે તેમની કાર પર તોતિંગ વૃક્ષ પડતા 4 લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા અને ૨ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટના બનતાની સાથે આસપાસનાં ગ્રામજનો દ્વારા મુસાફરોને બહાર કઢાયા હતા. 108 દ્વારા વઘઇ સીએચસી ખાતે સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતાં. ત્યારબાદ વધુ સારવાર સુરતની હોસ્પિટલમાં ખસેડાયા હતા. વૃક્ષ રોડની વચોવચ્ચ પડતાં બંને બાજુ વાહનોની લાંબી કટાર લાગી ગઇ હતી. પોલીસને ઘટનાની જાણ થતા તાત્કાલિક ઘટના સ્થળે આવી મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો. અને રોડ ખુલ્લો કરાવી વાહન વ્યવહાર ચાલુ કરાવ્યો હતો.

English summary
Rajkot: 4 People was dead and 2 injured in car Accident at saputara waghai highway.
Please Wait while comments are loading...