રાજકોટ : પરપ્રાંતીય યુવાનની હત્યા કરી મિત્રો ફરાર

Subscribe to Oneindia News

રાજકોટમાં કલરકામ કરતા પરપ્રાંતીય યુવાનની તેના જ મિત્રોએ હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. આ યુવકને દારૂની મહેફિલમાં તેના જ મિત્રોએ છરીના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યો હતો. રાજકોટ યુનિવર્સિટી પોલીસને 180 ફુટ રિંગરોડ પર આવેલા શિતાલપાર્કમાં યુવાનની હત્યા થઇ હોવાની જાણ થઈ હતી, જેથી પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ ઘટના સ્થળે દોડી ગઈ હતી. જ્યાં એક ઓરડીમાં સાથે રહેતા મિત્રો બનાવને અંજામ આપીને નાસી છૂટ્યા હતા.

rajkot

સમગ્ર ઘટના અંગે જાણવા મળતી માહિતી મુજબ, મફતિયાપરામાં રહેતા મૂળ હોશંગાબાદના અને છેલ્લા કેટલાક સમયથી રાજકોટમાં સ્થાયી થઈને કલરકામ કરતા લક્ષ્મણ સુરેશ યાદવ અને તેમના મિત્રો પપ્પુ નામના વ્યક્તિની ઓરડીમાં ભાડેથી રહેતા હતા. પપ્પુ અને તેની પત્ની વતનમાં ગયા હતા. પોલીસે પ્રાથમિક તપાસ બાદ જણાવ્યું કે, લક્ષ્મણ યાદવ અને તેના રાજુ સહિતના મિત્રોએ ગુરૂવારે રાત્રે દારૂની મહેફિલ કરી હતી અને તે સમયે કોઈ બાબતે ઝઘડો થયો હોવો જોઈએ અને એ કારણોસર લક્ષ્મણ યાદવને છરીના ઘા ઝીંકી તેની હત્યા કરી દેવામાં આવી હતી.

English summary
Rajkot: A boy from Hoshangabad was murdered by his friends

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.