રાજકોટમાં ઠેકા શરાબ કા નામના રમૂજી પોસ્ટરે પોલીસની આબરૂ કરી ધૂળધાણી

Posted By: Lekhaka
Subscribe to Oneindia News

ગુજરાત ડ્રાય સ્ટેટ ગણાય છે પરંતુ અહીં દારૂ વેચાય છે તે હકીકત છે જોકે ખાનગી રાહે વેચાતા શરાબની રાજકોટમાં તો સાર્વજનિક જાહેરાત જ થઈ છે તેવી ચોંકવનારી બાબત સામે આવી છે અને દેશી દારૂના શોખીનો મજાથી દારૂ પી શકે તે માટે એક રાજકોટના વિવિધ પુલ પર લગાવવામાં આવેલા પોસ્ટરો વાઇરલ બન્યા છે અને પોસ્ટરોએ રાજકોટ પોલીસનું નાક કાપ્યું છે.

Rajkot daaru poster

પુલ પરની દિવાલ પર ચોંટાડવામાં આવેલા પોસ્ટરમાં આ મુજબનું લખાણ લખેલું ચે જે વાંચીને તમને રમૂજ થઈ શકે છે તમે મનમાં ને મનમાં આ વાંચીને હસી શકો છો કારણ કે વાંચતાની સાથે જ તમને થશે કે ભાઈ દારી વેચવાવાળાએ પણ જોરદાર માર્કેટિંગ કર્યું છે. પોસ્ટરનું શબ્દસહ લખાણ આ મુજબ છે

'ચાલો રાજકોટના દેશી બારમાં’ શું આપને દારૂ નથી મળતો આવો અમારે ત્યાં 24 કલાક ઉપલબ્ધ ચાલો થોરાળા આજી વસાહત શેરી નં.5. માં ત્યાં દેશી તથા વિલાયતી દારૂનું વેચાણ ચાલુ છે. 24 કલાક 365 દિવસ ઉપલબ્ધ, ખાસ વ્યવસ્થા 'પોલીસની કોઇ ઉપાધી નહી’ કારખાનામાંથી આખા દિવસની મજુરી કરીને ખિસ્સામાં રૂપિયા આવતાની સાથે જ આવો અમારે ત્યાં અને માણો દેશી બારની અનોખી મોજ. 'ઠેકા શરાબ’ ખાસ નોંધ: કાયમી ગ્રાહકોને ઉધાર આપવામાં આવશ.

આ પ્રકારનું પોસ્ટર સોશ્યલ મીડિયામાં વાયરલ થયું હતું. તેના કારણે સફાળી જાગેલી પોલીસે પોસ્ટરમાં છગન સોલંકી અને હિતેષ સોલંકીના અને મોબાઇલ ફોન નંબરનો ઉલ્લેખ હતો. આ નંબરના આધારે તથા બાતમીદાર મારફતે ક્રાઇમ બ્રાંચના અધિકારીએ એ બન્ને શખસને ઝડપી લઇને તેની સામે અટકાયતી પગલાં લીધા હતાં.

જોકે આ બંને શખ્સોએ જણાવ્યું હતું કે અમે દારૂનો ધંધો નથી કરતા પરંતુ અમને બદનામ કરવા માટે કોઈએ આ પ્રકારના પોસ્ટર લગાવ્યા છે. જોકે સ્થાનિકો નાગરિકોમાં ચર્ચા હતી કે આ પોસ્ટર લગાડવા પાછળનું કારણ ગમે તે હોય પરંતુ રાજકોટ શહેરમાં છડેચોક દારૂ મળે છે. તે બાબત હવે છુપી નથી રહી અને રાજકોટ પોલીસ પણ જાણે છે. શહેર પોલીસ દ્વારા દારૂ અંગે દરોડા પાડવામાં આવે છે તેમાં કેટલાય કિસ્સામાં દારૂ અને વાહન રેઢા મળી આવી છે આ પરથી લાગે છે કે ગુજરાતમાં દારૂ બંધી નામમાત્રની છે બાકી તો દેશી વિદેશી દારૂ છડેચોક મળી આવે છે.

English summary
Rajkot daaru poster became viral on social media

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.