ધોરાજીમાં સ્થાનિક પ્રશ્નો મામલે કોંગ્રેસ નેતાઓએ કર્યો આત્મવિલોપનનો પ્રયાસ

Subscribe to Oneindia News

રાજકોટ : ધોરાજી શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ભૂગર્ભ ગટર અને રોડના પ્રશ્ને સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે. ભૂગર્ભ ગટર અને રોડની નબળી કામગીરીને લઇ સ્થાનિકો સહીત કોંગ્રેસ દ્વારા રજૂઆત કરવામાં આવતા છતાં, તંત્ર દ્વારા આંખ આડે કાન કરવામાં આવી રહ્યા છે. જેથી આજે ધોરાજી કોંગ્રેસ શહેર પ્રમુખ સહીત કોંગ્રેસના કાર્યકરોએ રેલી કાઢી ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો. ત્યારબાદ શહેરના ત્રણ દરવાજા પાસે શરીર પર કેરોસીન છાંટી આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. જેથી તંત્ર દોડતું થયું હતું. જોકે કોંગ્રેસના કાર્યકરો દ્વારા પોતાના પર કેરોસીન નાખતાની સાથે પોલીસે તેમની અટકાયત કરી લીધી હ.તી અને કોઈ જાનહાની નથી થઇ. જોકે બે દિવસ પહેલા આજ પ્રશ્ન ધોરાજીના સ્થાનિકો દ્વારા બંધ પાળવામાં આવ્યો હતો તો પણ તંત્ર, ઘોર નિંદ્રામાં હતું.

rajkot congress

ધોરાજી શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ભૂગર્ભ ગટર અને રોડ રસ્તાના પ્રશ્ને લઇ તંત્રને રજૂઆત કરવામાં આવતી હતી. નગરપાલિકા ભૂગર્ભ ગટર કે રસ્તા પર ધ્યાન આપતી ન હતી. જેને લઇ બે દિવસ આગાઉ રોષે ભરાયેલા શહેરીજનોએ સ્વયંભુ બંધ પાળ્યું હતું. ત્યારબાદ આજે આત્મવિલોપનની ચિમકી બાદ આત્મવિલોપનનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેમાં કોંગ્રેસ પ્રમુખ, મહામંત્રી, યુથ કોંગ્રેસ પ્રમુખ, લઘુમતિ મોરચા પ્રમુખ સહિતના છ લોકોએ શરીરે કેરોસીન છાંટી આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો.

આત્મવિલોપનનો પ્રયાસ કરનારના નામ :

1. દિનેશ વોરા (ધોરાજી શહેર કોંગ્રેસ પ્રમુખ)
2.વિક્રમ વઘાસીયા (કાર્યકર)
3.અનવર કુરેશ (કાર્યકર)
4.આશીષ જેઠવા (કાર્યકર)
5.મોહમદશાહ ફકીર (કાર્યકર)
6.રફીક સંધી (કાર્યકર)

English summary
Dhoraji: Congress protest for resolving local issues. Read here more on it.
Please Wait while comments are loading...