For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ISIS પકડાયાને શંકરસિંહ વાધેલાએ કહ્યું નાટક, તો ભાજપે આપ્યો આ જવાબ

રાજકોટમાં બે આતંકી સંગઠન ISISના માણસો પકડાયા પર હવે ગુજરાતના રાજકારણ શરૂ થઇ ગયું છે. શંકરસિંહ વાધેલા અને પ્રદિપસિંહ જાડેજાએ એક બીજા પર આ અંગે શું પ્રહાર કર્યા જાણો

|
Google Oneindia Gujarati News

રાજકોટમાં લાઇવ બોમ્બ મળી આવ્યા બાદ શનિવાર મોડી રાતે આ કેસમાં બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ પકડાયેલા બે સગા ભાઇઓનો આંતકી સંગઠન ISIS સાથે સંબંધ હોવાનું પણ બહાર આવ્યું છે. તેમ સાથે તે પણ જાણવા મળ્યું કે લાંબા સમયથી ગુપ્તચર સંસ્થાઓ તેમની પર નજર રાખીને બેઠી હતી. ત્યારે આ મામલે વિવિધ રાજકીય પ્રતિક્રિયાઓ આવવાની શરૂ થઇ ગઇ છે. આ મામલે વિપક્ષ કોંગ્રેસના નેતા શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું કે ગુજરાતમાં વર્ષ 2000થી આ પ્રકારની રાજનીતિ કરવામાં આવે છે.

bapu

તેમણે જણાવ્યું કે જ્યારે જ્યારે ગુજરાતમાં ચૂંટણી આવવાની હોય છે ત્યારે ક્યાંકથી બોમ્બ તો ક્યાંકથી આંતકી એજન્ટ પકડાઇ જાય છે. તેમણે વેધક સવાલ કરતા પુછ્યું કે જો ગુપ્તચર સંસ્થાઓ આ લોકો પર લાંબા સમયથી નજર રાખી રહી હતી તો તેમને પહેલા કેમ ના પકડ્યા અને કેમ હાલ જ તેમની ધરપકડ કરવામાં આવી છે. તેમણે કહ્યું આને કાવતરું ગણવું કે ભાજપનું નાટક તે જ નથી સમજાતું.

ત્યારે આ આરોપ પર પ્રતિક્રિયા આપતા ગૃહ પ્રધાન પ્રદિપ સિંહ જાડેજાએ જણાવ્યું કે ગુજરાતની પોલીસે ઉમદા કાર્ય કરીને આ આતંકીઓને રંગે હાથ ઝડપી પાડ્યા છે. ગુજરાતની પોલીસે આ પહેલા પણ કેરળ જઇને પણ આરોપીઓને ઝડપ્યા છે. અને હંમેશા આતંકીઓના આવા ખરાબ કામને અંજામ સુધી પહોંચે તે પહેલા રોકવાનો પ્રયાસ કર્યો છે. ત્યારે શંકર સિંહ વાધેલાની ટિપ્પણી પર જવાબ આપતા તેમણે કસાબને પણ યાદ કર્યો હતો અને કહ્યું હતું કે જો તેવું જ હતું કો કસાબ જેવા આતંકીને મારવામાં કોંગ્રેસે વિલંબ કેમ લગાવ્યો હતો.

hardik patel

નોંધનીય છે કે ખાલી કોંગ્રેસ જ નહીં આ પહેલા પાસ કન્વીર હાર્દિક પટેલ પણ ભાજપ સરકાર પર ચૂંટણી વખતના ખોટા પ્રચાર અંગે ટિપ્પણી કરી ચૂક્યા છે. જે અંગે વધુ વાંચો અહીં....

English summary
Rajkot ISIS arrest : Congress and BJP start blame game on eachother. Read more on it.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X