રાજકોટના ઝવેરીએ બનાવ્યો એમ.એસ. ધોની માટે આ ખાસ મોમેન્ટો

Posted By:
Subscribe to Oneindia News

ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કપ્તાન એમ.એસ.ધોનીને ભારતીય ટીમ દ્વારા એક ખાસ ભેટ આપવામાં આવી છે. એમ.એસ.ધોનીને તેમની અભૂતપૂર્વ નેતૃત્વ બદલ કેપ્ટન વિરાટ કોહલી અને સમગ્ર ભારતીય ક્રિકેટ ટીમ તરફથી સોના-ચાંદીના બનાવેલા ચાર સ્ટાર યાદગીરી રૂપે આપવામાં આવ્યા હતા. આ અનોખા સ્મૃતિ ચિન્હમાં ભારતીય ટીમ દ્વારા ચાંદીના આ ચાર તારાને એક લાકડાની નાની તક્તી સાથે જોડીને તેમને આપવામાં આવ્યા છે. અને આ ચારેય લાકડાની તક્તી પર ધોનીની અલગ અલગ જીત વખતની ટ્રોફીની તસવીરો પણ લગાવવામાં આવી છે.

dhoni

2007ની વર્લ્ડ ટી 20ની ટ્રોફી, 2009ની ટેસ્ટ ક્રિકેટની ટ્રોફી, 2011ની વર્લ્ડ કપની ટ્રોફી અને 2013ની ચેમ્પિયન ટ્રોફીની તસવીરો આ લાકડાની તક્તી પર લગાડવામાં આવી છે. ત્યારે નોંધનીય વાત તે છે કે ચાંદીના આ ચાર સ્ટારનું સ્મૃતિ ચિન્હને બનાવવાનું સૌભાગ્ય ગુજરાતના રાજકોટ ખાતેને એક ઝવેરી મળ્યું છે. એએનઆઇ સાથે વાતચીત કરતા આ ઝવેરીએ જણાવ્યું કે તેને આ સ્મૃતિ ચિન્હ બનાવતા એક મહિના જેવો સમય લાગ્યો અને ભારતના લોકપ્રિય કેપ્ટન એમ.એસ.ધોની માટે આ રીતનું સ્મૃતિ ચિન્હ બનાવવાનું તેમને મોકો મળ્યો તે વાત માટે તેમણે ખુશી વ્યક્ત કરી હતી.

English summary
A jeweller in Rajkot has got unique opportunity to create memento for former Indian Cricket Captain Mahendra Singh Dhoni for his excellent leadership over the last decade.
Please Wait while comments are loading...