રાજકોટઃ 3.6 લાખના માર્જિનથી મોહનભાઈ કુંડારિયાની જીત, ભાજપના વોટ શેરમાં વધારો થયો

રાજકોટઃ 3.6 લાખના માર્જિનથી મોહનભાઈ કુંડારિયાની જીત, ભાજપના વોટ શેરમાં વધારો થયો

રાજકોટઃ ભાજપે ગુજરાતની તમામ 26 સીટ પર જીત મેળવી ક્લિન સ્વિપ કરી છે. રાજકોટની હાલના સાંસદ મોહનભાઈ કુંડારિયાએ સતત બીજી વખત જીત હાંસલ કરી છે. મોહનભાઈ કુંડારિયાની સામે કોંગ્રેસના લલિત કગથરા ચૂંટણી મેદાનમાં હતા. મોહનભાઈ કુંડારિયાને 755296 ઈવીએમ વોટ અને 3349 પોસ્ટલ વોટ મેળવી કુલ 758645 વોટ મળ્યા છે, જ્યારે કોંગ્રેસના લલિતભાઈ કગથરાને 388405 ઈવીએમ વોટ અને પોસ્ટલ વોટ મેળવી કુલ 390238 વોટ મળ્યા છે.

mohanbhai kundariya

લલિતભાઈ કગથરા અને મોહનભાઈ કુંડારિયા પછી ત્રીજા નંબરમાં સૌથી વધુ 18318 વોટ નોટાને મળ્યા છે. રાજકોટ લોકસભા સીટ પર કુલ 10 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા હતા જેમાંથી ભાજપના મોહનભાઈ કુંડારિયા અને કોંગ્રેસના લલિતભાઈ કગથરા સિવાય માત્ર બહુજન સમાજ પાર્ટીના વિજય પરમારને જ 15388 વોટ મળ્યા છે બાકીના 7 ઉમેદવારોને 5 હજાર વોટ પણ મળ્યા નથી. ત્યારે રાજકોટ લોકસભા સીટ પર 7 ઉમેદવારોની ડિપોઝિટ પણ જપ્ત થઈ જશે.

ઉલ્લેખનીય છે કે મોહનભાઈ કુંડારિયા રાજકોટ લોકસભા સીટ પર સતત બીજી વખત ચૂંટાઈ આવ્યા છે. 2014માં મોહનભાઈ કુંડારિયાને કુલ 6,21,524 વોટ મળ્યા હતા અને તેમનો વોટ શેર 58.80 ટકાનો હતો જે આ વખતે 758645 વોટ સાથે મોહનભાઈ કુંડારિયાનો વોટ શેર 63.47 ટકા છે. 1952માં પહેલી વખત રાજકોટ લોકસભા સીટ પર ચૂંટણી યોજાઈ હતી અને ત્યારે કોંગ્રેસના હિંમતસિંહજી ચૂંટાઈ આવ્યા હતા. તે બાદ કુલ 6 વખત કોંગ્રેસ આ સીટ પર જીતી છે જ્યારે 8 વખત ભગવો લહેરાયો છે. 2 વખત સમાજવાદી પાર્ટી, એક વખત ભારતીય લોક દળ અને એક વખત સ્વતંત્ર પાર્ટીના ઉમેદવાર ચૂંટાયા હતા.

આ પણ વાંચો- આણંદ લોકસભા સીટ પર ભાજપના મિતેશભાઈ પટેલે પૂર્વ કેન્દ્રીય મંત્રીને હરાવ્યા

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X