For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજકોટના કૃણાલને ગૂગલની 1.40 કરોડ રૂપિયાની ઓફર!

|
Google Oneindia Gujarati News

રાજકોટ, 9 નવેમ્બર: દિવસેને દિવસે મોંઘવારી વધતી જઇ રહી છે, તેવામાં પ્રાઇવેટ સેક્ટરમાં નોકરી કરતા દરેક કર્મચારીની એવી ઇચ્છા હોય છે કે તેનો પગાર એટલો તો હોય જેનાથી તે પોતાના પરિવારને ચલાવી શકે, મકાન લઇ શકે, વિમા પોલીસી અને રોકાણ પણ કરી શકે. હવે વિચારો આપને કોઇ 1.40 કરોડ રૂપિયાના વાર્ષિક પગારની ઓફર કરે તો આપ શું કરશો. આપ જરૂર ખુશીથી નાચી ઊઠશો. પરંતુ રાજકોટના કૃણાલ પટેલને ગૂગલે 1.40 કરોડના વાર્ષિક પગારની ઓફર કરી છે.

21 વર્ષીય કૃણાલ પટેલ હાલમાં બિડલા ઇન્સ્ટીટ્યૂટ ઓફ ટેકનોલોજી એંડ સાઇંસેસ (BITS) પિલાનીના ગોવા કેમ્પસમાં અભ્યાસ કરી રહ્યા છે. તેઓ આવતા વર્ષે ઓક્ટોબરમાં સોફ્ટવેર એન્જીનીયર તરીકે ગૂગલ જોઇન્ટ કરશે.

google
રાજકોટના આત્મીય કોલેજમાંથી પાસ આઉટ થયેલા કૃણાલને ગૂગલના અમેરિકાના કેલિફોર્નિયા હેડ ઓફિસમાં નોકરી મળી છે. ગૂગલે કેમ્પસ પ્લેસમેંટ દરમિયાન કૃણાલની ટેસ્ટ લીધી હતી, જેમાં કૃણાલે દેશમાં દ્વિત્તિય અને વિશ્વમાં આઠમો નંબર હતો.

અત્રે નોંધનીય છે ગુજરાતના કોઇ યુવાનને આટલા ઊંચા પગારવાળી નોકરીની ઓફર થઇ હોય તેવી કોઇ પહેલી ઘટના નથી, આ પહેલા પણ આઇઆઇટી અને આઇઆઇએમમાંથી પાસ આઉટ ઘણા ગુજરાતી યુવાનોને મોટી મોટી કંપનીઓએ ઊંચા પગારથી પોતાની કંપનીમાં હાયર કર્યા છે.

English summary
BITS Goa student and Rajkot's Krunal Kishorbhai Patel lands Rs 1.4 crore offer from Google.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X