હત્યારાએ પરિવારને ફોન કરી કહ્યું ‘ઇસકો ટપકા ડાલા હૈ’

રાજકોટમાં નિવૃત જીવન પસાર કરતા વલ્લ્ભભાઈ સવારે મોર્નિંગ વોકમાં ગયા હતા ત્યારબાદ મોડા સુધી ન આવતા પરિવારજનો ચિંતિત થઈ ગયા હતા. જોકે પરિવારજનોના ફોન ઉપર ફોન આવ્યો હતો કે "ઇસકો મેને ટપકા ડાલા હૈ" જે બાદ ઘટનાસ્થળે જઇને જોતા વલ્લ્ભભાઈ મૃત હાલતમાં મળી આવ્યા હતા.

તેમના શબને જોઇને લાગતું હતું કે તેમના માથા પર પત્થરના ઘા હતા. અને હત્યારાએ વૃદ્ધ પાસેથી મોબાઇલ તથા પૈસા લૂંટી લીધા હતા. નોંધનીય છે કે રાજકોટમાં આ હત્યારો "સ્ટોન કિલર"ના નામે જાણીતો બન્યો છે. અને લોકોમાં તેનો ભય ધીરે ધીરે ફેલાઇ રહ્યો છે.

rajkot

ઉલ્લેખનીય છે કે પાંચ દિવસ અગાઉ શહેરના યુનિવર્સિટી રોડપર બેભાન હાલતમાં એક રિક્ષાચાલક ઇજાગ્રસ્ત મળી આવ્યો હતો અને બે દિવસની સારવાર બાદ તેનું મોત થયું હતું. જેમાં પણ રિક્ષાચાલકના મૃત્યુ બાદ તેના જ ગાયબ ફોનમાંથી પરિવારજનોને ફોન આવ્યો હતો કે, મેં તેને મારી નાંખ્યો છે. ત્યારે આવી ધટનાથી કોઇ સિરયલ કિલર કે સાઇકો કિલર હોવાની ભીતી સેવાઇ રહી છે. જો કે પોલિસે આ ધટના બાદ તપાસ શરૂ કરી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X