રાજુ કરપડાએ રાજીનામું કેમ આપ્યુ? શું કહ્યું આમ આદમી પાર્ટીએ?
ચૂંટણીલક્ષી માહોલ વચ્ચે આમ આદમી પાર્ટીમાં મોટું ભંગાણ સર્જાયું છે. પક્ષના અગ્રણી નેતા રાજુ કરપડાએ 'આપ' સાથે છેડો ફાડીને પક્ષમાંથી સત્તાવાર રાજીનામું ધરી દીધું છે.
રાજુ કરપડાએ રાજીનામા પાછળ ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા સામે ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે જણાવ્યું કે જેલવાસ દરમિયાન પક્ષના નેતાઓ દ્વારા તેમને પૂરતો સહયોગ આપવામાં આવ્યો ન હતો.

આ દરમિયાન 'આપ' નેતા પ્રવીણ રામે આ મામલે ચોંકાવનારા ખુલાસા કર્યા છે. તેમણે દાવો કર્યો કે કરપડા જેલમાં હતા ત્યારે ભાજપ દ્વારા તેમના પર દબાણ કરવામાં આવ્યું હતું.
પ્રવીણ રામના મતે રાજુ કરપડા જૂના કેસો અને પરિવારની સુરક્ષાને લઈને ચિંતિત હતા. ભાજપે આ કેસોનો ડર બતાવીને તેમને પક્ષ પલટો કરવા મજબૂર કર્યા હોવાનો આરોપ છે.
રામે જેલના સીસીટીવી ફૂટેજ જાહેર કરવાની પણ માંગણી કરી છે. તેમનું કહેવું છે કે જેલવાસ દરમિયાન ભાજપના પ્રતિનિધિઓ કરપડાને સતત મળવા જઈને દબાણ વધારી રહ્યા હતા.
ગોપાલ ઈટાલિયા અંગે સ્પષ્ટતા કરતા રામે કહ્યું કે તેમની વચ્ચે કોઈ વિવાદ નહોતો. વકીલ હોવા છતાં ઈટાલિયાને કરપડાને મળવા માટે જેલ પ્રશાસન દ્વારા મંજૂરી અપાઈ ન હતી.
અંતમાં પ્રવીણ રામે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે આ રાજકીય ખેલ છે. તેમણે આશા વ્યક્ત કરી કે રાજુ કરપડા ગમે ત્યાં જાય પણ ખેડૂતો માટે લડતા રહેશે.












Click it and Unblock the Notifications
