રાજ્ય સરકારના આદેશને પગલે ફૂડ વિભાગની દૂધના સેમ્પલની ચકાસણી

Posted By: Lekhaka
Subscribe to Oneindia News

રાજય સરકાર ના ફૂડ વિભાગ દ્વારા આદેશ કરવામાં આવ્યો હતો જેના પગલે રાજકોટ મહાનગર પાલિકા ની આરોગ્ય શાખા દ્વારા અલગ અલગ 5 ટિમો બનાવી શહેરમાં ફરતા દૂધ વાળા ફેરિયાઓ પાસેથી સેમ્પલ લેવામાં આવ્યા હતા. ફેરિયાઓ દ્વારા આપવામાં આવતું દૂધ ભેળસેળ વાળું છે અથવા તો આરોગ્ય પ્રત છે કે કેમ આ અંગે ચકાસણી કરવા મનપા ની આરોગ્ય શાખા દ્વારા સેમ્પલ લેવામાં આવ્યા હતા. દૂધ વિક્રેતાઓ દ્વારા આપવામાં આવતું દૂધ ગાય નું છે , ભેંસ નું છે કે પછી ભેળસેળ યુક્ત તે અંગે ચકાસણી કરવામાં આવી રહી છે. આજ રોજ આરોગ્ય વિભાગ દ્વારા કુલ અલગ અલગ 15 દૂધ ના સેમ્પલ લઇ વડોદરા લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા હતા જેનો રિપોર્ટ એક માસ બાદ આવશે.. જેમાં જો સેમ્પલ ફેઈલ થશે તો 5 લાખ ના દંડ તેમજ જેલ સુધી ની સજા થઈ શકે છે.. ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા લેવામાં આવેલ સેમ્પલ પાસ થઇ છે કે ફેઈલ અને ક્યાં પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તે જોવું રહ્યું.

gujarat samachar

જામનગર માં દૂધ ની કસોટી, સમગ્ર રાજ્ય સહીત જામનગર માં પણ આરોગ્ય તંત્ર દ્વારા દૂધ ની ડેરીઓ પર દરોડા પાડી દૂધ નાં નમુના લેવાયા. આ અંગે નાયબ આરોગ્ય અધિકારી ડો. રાઠોડની સત્તાવાર યાદીમાં જણાવાયા મુજબ રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા રાજ્ય સરકારના ફૂડ વિભાગ દ્વારા લુઝ દૂધ વિક્રેતા ફેરીયાઓને ત્યાંથી દૂધના નમૂના લેવાનો આદેશ આવેલ હતો. જે અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે જુદા-જુદા વિસ્તારમાં પાંચ ટીમ બનાવી ફેરીયાઓ પાસેથી અકિલા દૂધના નમૂના લીધેલ હતા.

આ ફેરીયાઓ બાઇક, સ્કૂટર, છકડો રીક્ષા, મેટાડોર વગેરે જેવા વાહનમાં આજુબાજુના વિસ્તારમાંથી આવી જકોટ શહેરમાં છૂટક દૂધ તરીકે વેચાણ કરતા હતા. રાજ્યનાં આરોગ્ય વિભાગની સુચના અનુસાર રાજ્યના તમામ મહાનગરોમાં દૂધની ડેરીઓનું સામુહિક ચેકિંગ હાથ ધરી દૂધનાં નમુના લેવામાં આવી રહ્યા છે જે અંતર્ગત જામનગર મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા શહેર ની ડેરીઓનું ચેકિંગ કરવામાં આવ્યું હતું.

ઉનાળાની સીઝન અને દૂધમાં કરવામાં આવતી ભેળસેળને કારણે લોકોનું આરોગ્ય જોખમાય નહિ તે માટે આરોગ્ય વિભાગ દ્વારા તમામ મહાનગર નાં આરોગ્ય વિભાગોને સામુહિક ડ્રાઈવ હાથ ધરવા આપવામાં આવેલી સુચના અન્વયે જેએમસી ના આરોગ્ય તંત્ર દ્વારા શહેરની શરુસેક્સન રોડ પર આવેલી માહી ડેરી, અમુલ ડેરી તેમજ નાની મોટી તમામ ડેરીઓનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને કાચા દૂધ ના નમૂનાઓ લેવામાં આવ્યા હતા ત્યારબાદ અંબિકા સ્વીટ્સ માંથી ભેંસ નાં દૂધ નો તથા પટેલ કોલોની માં ભવાની ડેરીમાંથી મિક્સ દૂધ નો નામુનો લઇ તેનેન લેબોરેટરી પૃથ્થકરણ માટે મોકલી આપવામાં આવ્યો હતો.

English summary
The state government order the verification of milk samples of the Food Department is being examined

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.