માધવુપર ઘેડના મેળાને દર વર્ષે રાજય સરકાર શિવરાત્રિના મેળાની જેમ ઉજવશે

Posted By: Lekhaka
Subscribe to Oneindia News

રૂકમિણીનો પત્ર વાંચીને ભગવાન શ્રીકૃષ્ણ રૂકમિણીને હરણ કરીને દ્વારિકા લઈ આવ્યા પરંતુ લગ્ન તો શ્રીકૃષ્ણએ પોરબંદર પાસે આવેલા માધવપુરમાં હતા અને માધવપુર ઘેડના લોકો આજે પણ શ્રીકૃષ્ણ અને રૂકમિણીના લગ્નોત્સવને ભરપૂર રીતે માણે છે આ વખતે રાજ્ય સરકારે માધવપુરના મેળા સાથે નોર્થ ઇસ્ટના રાજ્યોન જોડીને એક નવી જ પહેલ કરી છએ અન ગત રોજ મુખ્યમંત્રી રૂપાણીએ જાહેરતા પણ કરી હતી કે હવે શિવરાત્રિના ભવનાથના મેળાની જેમ આ મેળો પણ ઉજવવામાં આવશે.

madhavpur melo

ભગવાન શ્રીકૃષ્ણ રૂક્ષ્મણીજીનું અપહરણ કરીને લગ્ન કરવા માટે આવ્યા હતા તે પોરબંદર નજીકની પાવન ભુમિ માધવપુરમાં કૃષ્ણ રૂક્ષ્મણીના લગ્નોત્સવના પંચદિવસીય મેળાનું આ વર્ષે કેદ્રના ટુરીઝમ વિભાગે આયોજન કર્યુ છે ત્યારે હવે માધવપુર જેવી ઐતિહાસિક નગરીને ભારતની શ્રેષ્ઠ ઐતિહાસિક નગરી તરીકે વિકસાવવામાં આવશે અને તરણેતર, મહાશિવરાત્રીના મેળાની જેમ જ આ માધવપુરનો મેળો પણ રાજ્ય સરકાર દર વર્ષે રાષ્ટ્રીય એકતાનો મેળો ગણીને રંગેચંગે ઉજવશે તેમ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું.

મુખ્યમંત્રીએ વધુમાં ઉમેર્યુ હતું કે, કૃષ્ણ અને રૂક્ષ્મણિના લગ્ન થવાના છે ત્યારે આપણે ત્યાં કન્યાપક્ષેથી અરૂણાચલ, નાગાલેન્ડ અને આસામથી પધારેલા કન્યાના પીયરીયાઓનું હું ગુજરાતની જનતા વતી સ્વાગત કરૂં છું. કેન્દ્ર અને રાજય સરકારે સાથે મળીને વડાપ્રધાન મોદીના વિઝનથી આ માધવપુરનો મેળો એ કાયમ માટે વિશ્વના ફલક ઉપર ભારતના ઇતિહાસમાં મહત્વ પ્રાપ્ત થાય તે માટે આ કાર્યક્રમ યોજયો છે સાથોસાથ ભારતની રાષ્ટ્રીય એકતા, અખંડીતતા જળવાઇ રહે તેવા ઉદેશ્ય સાથે આયોજન થયું છે.

રાજયપાલ ઓ.પી. કોહલીએ જણાવ્યું હતું કે, ભારતીય હિન્દુસંસ્કૃતિમાં કૃષ્ણ વિવાહનું અનેરૂ મહત્વ છે તેથી અહીંયા ગુજરાતમાં માધવપુરના દરિયાકાંઠે દર વર્ષે યોજાતા કૃષ્ણ-રૂક્ષ્મણિના વિવાહને રાષ્ટ્રીય સ્વરૂપ મળ્યું છે. અરૂણાચલના મુખ્યમંત્રી પેમા ખાંડૂએ જણાવ્યું હતું કે, આજનો દિવસ એ હિન્દુસ્તાન માટે ઐતિહાસિક દિવસ છે, મહાભારતમાં જે વાત હતી તે અહીંયા કૃષ્ણ રૂક્ષ્મણીના વિવાહને વાસ્તવિક સ્વરૂપ આપીને આયોજન થયું છે ત્યારે હું દુલ્હન તરફથી એટલે કે, રૂક્ષ્મણિજી માટે અરૂણાચલ પ્રદેશનો મુખ્યમંત્રી હોવાના નાતે અહીં આવ્યો છું

અરૂણાચલના રાજયપાલ મિશ્રાએ જણાવ્યું હતું કે, અમારી રાજકુમારી રૂક્ષ્મણી જે ભુમિ ઉપર રણછોડ કૃષ્ણ સાથે લગ્ન માટે અમને છોડીને આવી હતી એ ભુમિ ઉપર આવવાનો 70 વર્ષ પછી વડાપ્રધાન મોદીએ મોકો આપ્યો છે તેના માટે અમે તેમના આભારી છીએ. આ પ્રસંગે મણીપુર રાજયના મૂખ્યમંત્રી એન.બીરેન સિંઘ, કેદ્રીય સાંસ્કૃતિક મંત્રી મહેશ શર્મા, કેદ્રીય ગૃહ રાજયમંત્રી કિરેજ રિજજુ, ગુજરાત રાજયના પ્રવાસન મંત્રી ગણપતાસિંહ વસાવા, પોરબંદરના ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયા સહિત સ્થાનિક ભાજપ આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં અને પ્રાસંગિક ઉદ્દબોધન કર્યા હતાં. દરમિયાન સભામાં ઉપસ્થિત કન્યાપક્ષેથી પધારેલા અરૂણાચલ-મણિપુરના મુખ્યમંત્રી-રાજ્યપાલનું મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પ્રારંભે પાઘડી પહેરાવી સ્વાગત કર્યુ હતું.

English summary
Rajya Sarkar will celebrate madhavpur melo just like shivratri

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.