અમદાવાદઃ પુણે હિંસાનો વિરોધ, CM ફડણવીસને ખસેડવાની માંગ

Written By:
Subscribe to Oneindia News

1 જાન્યુઆરીના રોજ ભીમા-કોરેગાંવમાં ભડકેલ હિંસાના મામલે ગત અઠવાડિયે સુરતમાં દલિતો દ્વારા રેલી કાઢવામાં આવી હતી. તો હવે રવિવારે અમદાવાદમાં પણ દલિત નેતાઓએ રેલી કાઢી આ ઘટનાને વખોડી કાઢી હતી. બેનરો લઇને રસ્તા પર ઉતરી આવેલ લોકોએ મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને ખસેડી રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની માંગણી પણ કરી હતી. જીવરાજ પાર્કથી કાઢવામાં આવેલ આ રેલીમાં લોકોના હાથમાં શું દલિત માણસ નથી, જતિવાદ તોડો દેશ જોડો જેવા લખાણોવાળા બેનરો જોવા મળ્યા હતા.

pune violence

પ્રતિકાત્મક તસવીર

સાથે જ તેમણે આ મામલે દોષીઓને કડક સજા કરવાની પણ માંગ કરી હતી. તેમનું કહેવું હતું કે, આ કાર્યક્રમમાં વ્યવસ્થા જાળવવામાં મહારાષ્ટ્ર સરકાર નિષ્ફળ ગઇ છે. સુરતમાં પણ આ જ પ્રકારની માંગણી સાથે દલિત નેતાઓ દ્વારા રેલી કાઢવામાં આવી હતી અને ઉધના વિસ્તારમાં ચક્કાજામ પણ થયો હતો. આ ઉપરાંત, વાપી, જૂનાગઢ, જામનગર જેવા શહેરોમાં પણ આ વિરોધની જ્વાળા જોવા મળી હતી. આ મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હજુ સુધી મૌન ધારણ કરી રાખ્યું છે. આ અંગે પણ અનેક સવાલો થઇ રહ્યાં છે.

English summary
Rally in Ahmedabad in the protest of Bhima Koregaon violence.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.