"રેલી ફોર રિવર્સ" શું છે? સાથે જ જાણો તેના પ્રચાર-વિરોધની વાત

Posted By:
Subscribe to Oneindia News

બુધવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નદીઓની સુરક્ષા અને સંરક્ષણ માટે કોઇમ્બતુરથી શરૂ થયેલી રેલી ફોર રિવર્સની રેલીના ગુજરાત ખાતે વધામણાં કર્યા. સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આ માટે યોજવામાં આવેલા કાર્યક્રમમાં સીએમ રૂપાણીએ કહ્યું કે ગુજરાતે નદીઓને સજીવન કરીને છેલ્લા 50 વર્ષોમાં ન કર્યો હોય તેટલો વિકાસ છેલ્લા 15 વર્ષમાં નદીનાં પાણીથી સિંચાઇ દ્વારા કર્યો છે. સાથે જ તેમણે કહ્યું કે ગુજરાત પાણીનું મૂલ્ય શું હોય તે સુપેરે અનુભવ્યું છે. ઉલ્લેખનીય છે કે તમે પણ હાલ જાહેરાતોમાં રેલી ફોર રિવર્સ વિષે સાંભળ્યું હશે. ત્યારે શું છે આ રેલી ફોર રિવર્સ તે વિષે જાણો અહીં.

રેલી ફોર રિવર્સ

રેલી ફોર રિવર્સ

સદગુરુ વાસુદેવ હાલ રેલી ફોર્સ રિવર્સ અભિયાન ચલાવી રહ્યા છે. તે આ અભિયાનના ભાગરૂપે 16 રાજ્યોમાં ભ્રમણ કરી રહ્યા છે. અને આ ભ્રમણ દરમિયાન જ તે બુધવારે 9માં રાજ્ય ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. આ અભિયાન હેઠળ તે નદીઓને બચાવવા માંગી રહ્યા છે જે સૂકાઇ કે લુપ્ત થઇ રહી છે. સાથે જ તેમણે નદીના 1 કિલોમીટર સુધીના વિસ્તારમાં વૃક્ષો ઉગાડવા પર પણ ભાર મૂક્યો છે.

અટલ બિહારીની યોજના

અટલ બિહારીની યોજના

સદગુરુ વાસુદેવના આ અભિયાન અને 2002માં વાજપાઇ સરકાર દ્વારા શરૂ કરવામાં ડ્રીમ પ્રોજેક્ટમાં ધણી સમાનતાઓ છે. અટલ બિહારી વાજપાઇએ તેમની સરકારના સમયે ભારતની તમામ નદીઓને એક બીજા સાથે જોડવાની વાત કરી હતી. અને હવે નરેન્દ્ર મોદીની સરકાર વાજપાઇ સરકારના આ ડ્રીમ પ્રોજેક્ટને જમીની સ્તરે લાગુ પાડવાના પ્રયાસો કરી રહી છે.

શું છે પ્રોજેક્ટ?

શું છે પ્રોજેક્ટ?

આ પ્રોજેક્ટને હાલ બે ભાગમાં રજૂ કરવામાં આવ્યો છે. જેમાં પહેલા 1,300 કરોડના ખર્ચે ગોદાવરી અને કિષ્ણા નદીને એક કેનાલ દ્વારા જોડવામાં આવી રહી છે. બીજો પ્રોજેક્ટ છે કેન-બેટવા પ્રોજેક્ટ જે પણ 11,676 કરોડના ખર્ચે નદીઓને જોડી રહ્યો છે. જે પછી નદીઓનું પાણી એક બીજામાં જોડી તેને વધુ ફળદ્રુપ કરાશે અને પૂર જેવી હોનારતને પણ કાબુમાં લેવામાં સહાર થશે તેવું માનવામાં આવી રહ્યું છે. જો કે આ પ્રોજેક્ટ ખરેખરમાં ફાયદાકારક રહેશે કે કેમ તે પર પણ અનેક સવાલો ઊભા થઇ રહ્યા છે.

વિરોધ

વિરોધ

રિવર રિસર્ચ સેન્ટરની ડાયરેક્ટર ડૉ. લતા અનંતે જણાવ્યું કે "એક નદી કોઇ પાઇપ નથી જેને તમે કંટ્રોલ કરી શકો" ભારતની તમામ નદીઓને જોડવાના આ ડ્રીમ પ્રોજ્કટ વિરુદ્ધ અનેક લોકો પોતાનો રોષ વ્યક્ત કર્યો છે. કારણ કે આ લોકોનું માનવું છે કે કેનાલ બનાવવા જતા પુનવર્સનનું કામ વધી જાય છે. ખર્ચો પણ વધે છે અને આ બધુ કર્યા પછી તેવી કોઇ ગેરંટી નથી કે તેનાથી પૂર જેવી કુદરતી હોનારત નહીં થાય કે પછી તેનાથી નદીઓ સુકાતી બંધ થઇ જશે.

English summary
WHat is rally for rivers? Why Sadhguru Vasudev is promoting? What is rivers interlinking? Read all this answer in Gujarati Here.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.