Ram mandir Inauguration: ગુજરાતથી અયોધ્યા પહોંચ્યુ 500 કિલોગ્રામ નગારુ
Ram mandir Inauguration: ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિરમાં 22મી જાન્યુઆરીએ રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. સરકારે આ મોટી ઘટના માટે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે.
રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે ગુજરાતમાંથી વિશેષ રથમાં અયોધ્યા પહોંચેલા 500 કિલોના વિશાળ નગારાનો સ્વીકાર કર્યો હતો.

રાયે ખાતરી આપી હતી કે નગારાને યોગ્ય જગ્યાએ સ્થાપિત કરવામાં આવશે. ગુજરાત વિશ્વ હિન્દુ પરિષદના અશોક રાવલે નગારાને સ્વીકારવા પત્ર મોકલ્યો હતો. નગારુ લાવનાર ચિરાગ પટેલે જણાવ્યું કે તેને સોના અને ચાંદીના ઢોળથી શણગારવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે નગારાના ઉત્પાદનમાં લોખંડ અને તાંબાની પ્લેટનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે અને તે ડબગર સમાજ દ્વારા બનાવવામાં આવે છે.
અમદાવાદના દરિયાપુર ખાતે ડબગર સમાજ દ્વારા અયોધ્યા મંદિર માટે ખાસ નગારું તૈયાર કરવામાં આવ્યું છે. આ વિશેષ નગારું ૫૬ ઈંચ ઊંચું તૈયાર કર્યું છે. જ્યારે તેનું વજન ૨૫ મણ છે. આ નગારાને અયોધ્યા રામ મંદિર મહોત્સવ માટે મોકલવામાં આવ્યુ છે.
આ નગારું ૫૬ ઇંચ ઊંચું છે અને તેનુ વજન 500 કિલોનુ છે. જેને ૨૦ કારીગરોએ ત્રણ મહિનાની મહેનતથી આઠ લાખ રૂપિયાના ખર્ચે તૈયાર કર્યું છે. દરેક સમાજ રામ મંદિરમાં પોતાના વતી કંઈ ને કંઈ ભેટ આપી રહ્યા છે ત્યારે ડબગર સમાજના પ્રતીક સમાન નગારું પણ રામ મંદિરમાં શોભા આપે એવી સમાજની ઈચ્છા છે. વર્ષો સુધી નગારાને કંઈપણ ના થાય એવી એની બનાવટ હોવાનો દાવો ડબગર સમાજ દ્વારા કરવામાં આવી રહ્યો છે.












Click it and Unblock the Notifications
