For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Rashtriya Ekta Diwas 2021 : અમિત શાહે સરદાર જયંતી પર સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આપી શ્રદ્ધાંજલિ

31 ઓક્ટોબરના રોજ સમગ્ર દેશમાં લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની 146મી જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી રહી છે. ગૃહમંત્રી અમિત શાહે રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાંજલિ આપી હતી.

|
Google Oneindia Gujarati News

Rashtriya Ekta Diwas 2021 : 31 ઓક્ટોબરના રોજ સમગ્ર દેશમાં લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની 146મી જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી રહી છે. ગૃહમંત્રી અમિત શાહ દ્વારા રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

Amit Shah

અમિત શાહે સરદાર વલ્લભભાઈ પટેલને તેમની જન્મજયંતી નિમિત્તે કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે શ્રદ્ધાંજલિ આપી હતી. જે બાદ અમિત શાહે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આયોજિત કાર્યક્રમમાં પણ ભાગ લીધો હતો.

કેવડિયા ખાતે એકતા પરેડ કાઢવામાં આવી રહી છે. આ પરેડમાં રાજ્યના પોલીસકર્મીઓ, CISF અને BSFના જવાનોએ ભાગ લીધો હતો.

સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ પર અમિત શાહે ટ્વીટ કરીને જણાવ્યું કે, સરદાર પટેલનું જીવન આપણને જણાવે છે કે, કેવી રીતે એક માણસ તેમની મજબૂત ઈચ્છાશક્તિ, લોખંડી નેતૃત્વ અને અદમ્ય દેશભક્તિ સાથે દેશની તમામ વિવિધતાને એક સંયુક્ત રાષ્ટ્રમાં પરિવર્તિત કરી શકે છે. દેશના એકીકરણની સાથે સાથે સરદાર સાહેબે સ્વતંત્ર ભારતનો વહીવટી પાયો નાખવાનું કામ પણ કર્યું છે.

આ સાથે અમિત શાહે જણાવ્યું કે, માતૃભૂમિ માટે સરદાર સાહેબનું સમર્પણ, વફાદારી, સંઘર્ષ અને બલિદાન દરેક ભારતીયને દેશની એકતા અને અખંડિતતા માટે પોતાને સમર્પિત કરવાની પ્રેરણા આપે છે.

અખંડ ભારતના આવા મહાન શિલ્પીની જન્મજયંતી નિમિત્તે તેમના ચરણોમાં પ્રણામ અને તમામ દેશવાસીઓને 'રાષ્ટ્રીય એકતા દિવસ 2021'ની શુભેચ્છાઓ.

રેકોર્ડેડ વીડિયો સંદેશ દ્વારા આ સમારોહને સંબોધિત કરશે PM મોદી

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણની સરદાર પટેલ જયંતીને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી.

હાલમાં વડાપ્રધાન મોદી ઈટાલીની રાજધાની રોમમાં છે. જે કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આજે રેકોર્ડેડ વીડિયો સંદેશ દ્વારા આ સમારોહને સંબોધિત કરશે.

ઉલ્લેખનીય છે કે, સરદાર વલ્લભભાઈ પટેલની 147મી જન્મજયંતી નિમિત્તે 31 ઓક્ટોબરના રોજ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીને ધ્યાનમાં રાખીને ગુજરાતના નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી 28 ઓક્ટોબરથી 1 નવેમ્બર વચ્ચે મુલાકાતીઓ માટે બંધ રહેશે.

વિશ્વની સૌથી ઉંચી 182 મીટરની સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા મુખ્ય પ્રવાસી આકર્ષણ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના ચીફ એડમિનિસ્ટ્રેટરની ઓફિસે તેની સત્તાવાર વેબસાઈટ પરની નોંધમાં જણાવ્યું હતું કે, પ્રતિમા અને અન્ય આકર્ષણો સાથે 28 ઓક્ટોબરથી 1 નવેમ્બર સુધી મુલાકાતીઓ માટે બંધ રહેશે

English summary
Rashtriya Ekta Diwas 2021 : Tribute to Amit Shah at Statue of Unity on Sardar Jayanti.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X