5 કરોડની ખંડણી માંગનાર રવિ પુજારીના વધુ બે સાગરીતોની ધરપકડ

Subscribe to Oneindia News

નવસારીના રવિયા લાલવાણી બંધુઓ પાસેથી કુખ્યાત ગેંગસ્ટર રવિ પુજારાના નામે રૂપિયા પાંચ કરોડની ખંડણી માંગવાના પ્રકરણમાં ગોવાથી વધુ બે સાગરીતોને નવસારી એલસીબીએ ઝડપી લીધા હતા. આ આરોપીઓને આજે રેન્જ આઇજી સમક્ષ પુછપરછ માટે રજૂ કરવામાં આવ્યા હતા. જેમની પાસેથી કેટલી માહિતીઓ પોલીસે મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળે છે.

pujara

પોલીસ મહાનિરીક્ષક સુરત રેન્જ તથા પોલીસ અધિક્ષક નિલિપ્ત રાયના માર્ગદર્શન હેઠળ નવસારી એલસીબીએ ગતરોજ રવિ પુજારીના બે સાગરીતોને ગોવાથી ઝડપી પાડયા હતા. આ આરોપીઓમાં પારસ મહેશ નાયક અને મુઝફફર ઝફર અબ્બાસ મૌલવીને આજે રેન્જ આઇજી કાર્યાલય ખાતે રજૂ કરવામાં આવ્યા હતા. નવસારીના લાલવાણી બંધુઓને રવિ પુજારીના નામે ધાક ધમકી આપી પાંચ કરોડની ખંડણી માંગવા માટે હોરમઝ ફિરોઝ અવારીને મોબાઇલ ફોન પર કેયુર ભાસ્કર દેસાઇને ધમકી આપી હતી. આ બનાવમાં નવસારી પોલીસે કેયુર દેસાઇ, નરેશ આહિર અને અખ્તર કાસમ અલી મરચન્ટની ધરપકડ થઇ ચુકી છે. ઉપરોક્ત આરોપીઓની પુછપરછ બાદ નવસારી એલસીબીએ ગોવાથી વધુ બે આરોપીને ઝડપી લીધા છે. પારસ મહેશ નાયકની પુછપરછ કરતા જાણવા મળ્યું કે લાલવાણી બંધુઓ પાસેથી ખંડણી માંગવા માટે દક્ષિણ આફ્રિકામાં રહેતો અરવિંદ મોહન ગોસ્વામીએ રવિ પુજારા સાથે ટેલિફોન ઉપર વાતચીત કરાવી હતી. પારસે ખંડણી ઉઘરાવવાનું કામ કેયુરને સોંપ્યું હતું. પારસ નાયક પાસેથી લેપટોપ, મોબાઇલ, પાસપોર્ટ, એટીએમ, આઇકાર્ડ મળીને એક લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આરોપી મુઝફફર પાસેથી હોન્ડા સિટી કાર એમએચ-૪-ઇટી-૨૪૧૨ અને મોબાઇલ ફોન જપ્ત કરાયો છે. નવસારી એલસીબી પોલીસે વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.

ravi

પારસ નાયક જે મૂળ નવસારીના ગણદેવીનો છે અને ન્યુ જર્સીમાં રહેતો હતો ત્યારે રવિ પુજારીને ખંડણી માંગવામાં માટે વિગતો અને ફોન નંબર પૂરો પાડતો હતો. જે વ્યક્તિ જમીન કે મોટા વ્યવસાયમાં સંકળાયેલો તેની વિગતો રવિ પુજારીને આપતો, સાઉથ આફ્રિકામાં રહેતા અજય મોહન ગોસ્વામી સાથે સંપર્ક હતો. તે અજય ગોસ્વામી ના ઈશારા પ્રમાણે કામ કરતો અને ગેંગના સાગરીતો જોડે કરાવતો, જે હાલ પોલીસની ગિરફતમાં છે સુત્રો પાસેથી માહિતી મુજબ ઝડપાયેલા આરોપીઓ દાઉદ ગેંગ માટે પણ કામ કરે છે. સુરત રેન્જ આઈજી દ્વારા રવિ પુજારી સામે રેડ કોર્નર નોટીસ ઇસ્યુ કરવામાં આવ્યું છે.

ત્યારે આ કેસમાં પકડાયેલા આરોપીઓ નામ આ મુજબ છે.

૧. કેયુર ઉર્ફે કાનજી દેસાઈ
૨. નરેશ આહિત
૩. અખ્તર મર્ચન્ટ
૪. મુઝફ્ફર ઉર્ફે મુજ્જુ ઉર્ફે વકીલ
૫. પારસ મહેશ નાયક

English summary
Ravi Pujari's Gang two member arrested by Gujarat police. Read here more news on this case.
Please Wait while comments are loading...