સેલ્ફી કેસમાં રવિન્દ્ર જાડેજાએ ભર્યો એડવાન્સમાં દંડ

એક મહિના પહેલા સાસણ ગીરમાં પત્ની રીવાબા સાથે ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ જીપમાંથી ઉતરીને સિંહો સાથે સેલ્ફી લેતા વિવાદ થયો હતો. આ સેલ્ફી વાયરલ થતા વન વિભાગના નિયમો મુજબ આ મામલે ફરિયાદ નોંધાઇ હતી. ત્યારે આ કેસમાં જાડેજાએ એડવાન્સમાં રૂ.20, 000નો દંડ ભરી દીધો છે.

આ મુદ્દે મળતી માહિતી પ્રમાણે જાડેજાના પ્રતિનિધિએ નિવેદન આપી કાયદાના ભંગ બદલ દંડ પેટે એડવાન્સ રકમ જમા કરાવી દીધી છે. નોંધનીય છે કે આ અંગેનો સમગ્ર રિપોર્ટ તૈયાર થઇ ગયો છે. તેમજ સાથે રહેલા વન કર્મચારીઓના નિવેદન લઇ ખાતાકીય કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જો કે આ અંગે જાડેજાની બહેન નયનાબાએ જણાવ્યું હતું કે, મને આ બાબતે કંઇ ખબર નથી.

ravindra jadeja

નોંધનીય છે કે ફરિયાદ નોંધ્યાના એક મહિના બાદ પર આ કેસ આગળ ના વધતા કેટલાક સમાચારપત્રોમાં આ અંગે રખાતી ઢીલ અંગે સવાલો કર્યા હતા. અને લોકોમાં વાત વહેતી થઇ હતી કે ક્રિકેટર અને રાજકીય શાખ હોવાના કારણે આ મામલે ઢીલ રાખવામાં આવી રહી છે. જે પર હાલ જાડેજાના પ્રતિનિધિ દ્વારા આ સ્પષ્ટતા આપવામાં આવી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X