For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતમાં સતત બીજા દિવસે રેકૉર્ડ બ્રેક રસીકરણ, એક દિવસમાં 5.93 લાખ લોકોને અપાઈ રસી

કોરોના વાયરસ મહામારીની ત્રીજી લહેરની સંભાવનાઓને જોતા દેશમાં યુદ્ધના ધોરણે રસીકરણ અભિયાન ચાલી રહ્યુ છે. જુઓ આંકડા.

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ કોરોના વાયરસ મહામારીની ત્રીજી લહેરની સંભાવનાઓને જોતા દેશમાં યુદ્ધના ધોરણે રસીકરણ અભિયાન ચાલી રહ્યુ છે. દેશમાં રસીકરણનો આંકડો 50 કરોડને વટાવી ગયો છે. માત્ર શુક્રવારના દિવસે જ 43.29 લાખથી વધુ રસીકરણ થયુ છે. ગુજરાતમાં જ શુક્રવારના દિવસે 5 લાખ 93 હજાર લોકોને રસી આપવામાં આવી. રાજ્યમાં અત્યાર સુધી કુલ 3 કરોડ 55 લાખ લોકોનુ રસીકરણ કરવામાં આવી ચૂક્યુ છે.

vaccination

રાજ્યના મહાનગરોની વાત કરીએ તો સૌથી વધુ રસીકરણ અમદાવાદમાં નોંધવામાં આવ્યુ છે. અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 65, 886 લોકોએ રસી મૂકાવી છે. સુરતમાં 57,301 લોકોએ રસી મૂકાવી જ્યારે વડોદરામાં 26, 554 લોકોની રસીકરણ કરવામાં આવ્યુ છે. રાજકોટની વાત કરીએ તો 30,860 લોકોને રસી આપવામાં આવી છે. સમગ્ર દેશમાં અત્યાર સુધી 18થી 44 વય જૂથના 18.35 કરોડથી વધુ ડોઝ લગાવવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે ભારતમાં 16 જાન્યુઆરીના રોજ રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યુ છે.

આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ શુક્રવારે સંસદમાં આંકડાઓ જણાવીને કહ્યુ કે દેશમાં રસીકરણનો આંકડો 0-10 કરોડને સ્પર્શ કરવામાં 85 દિવસ લાગ્યા, 10-20 કરોડને સ્પર્શવામાં 45 દિવસ લાગ્યા. 20-30 કરોડ માટે 29 દિવસ, 30-40 કરોડ માટે 24 દિવસ અને 50 કરોડ રસીકરણ માટે માત્ર 20 દિવસ લાગ્યા છે. તેમણે જણાવ્યુ કે આપણે કેવી રીતે રસીકરણમાં આગળ વધી રહ્યા છે. તેમણે કહ્યુ કે રસીકરણની ઝડપ હજુ વધુ વધશે.

English summary
Record break vaccination for the consecuive second day in in Gujarat, vaccinated 5.93 lakh people yesterday
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X