Gujarat Weather: રાજ્યમાં આજે 3 જિલ્લામાં રેડ અને 4 જિલ્લામાં યેલો એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી
Gujarat Weather: ગુજરાતમાં મેઘો મુશળધાર રહેવાની આગાહી હવામાન વિભાગે કરી છે. એવામાં રાજ્યમાં અનેક જગ્યાએ આજે પણ ભારે વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યમાં ત્રણ જિલ્લામાં આજે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યાં ભારેથી અતિભારે વરસાદ વરસશે. આ સિવાય રાજ્યના ચાર જિલ્લામાં યેલો એલર્ટ છે અને બાકીના જિલ્લામાં ઓરેન્જ એલર્ટ રહેશે.

જાણો રાજ્યમાં આજે કયાં કરાઈ ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો આજે રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, મોરબી, દાદરાનગર હવેલી, દમણ, કચ્છ, અમદાવાદ, ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, અન્ય જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, તો બીજી તરફ આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે, રાજ્યનાં દરિયાકાંઠે સિગ્નલ નં-3 લગાવવામાં આવ્યું.
રેડ એલર્ટ
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 10 વાગ્યા સુધીમાં મહીસાગર, અરવલ્લી અને ખેડામાં ભારેથી અતિભારે વરસાદ વરસશે. હવામાન વિભાગે આ ત્રણ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે.
યેલો એલર્ટ
આ સિવાય સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, જૂનાગઢ અને ગીર-સોમનાથમાં 10 વાગ્યા સુધી યેલો એલર્ટ રહેશે. જ્યાં હળવાથી મધ્યમ સ્તરે છૂટોછવાયેલો વરસાદ જોવા મળશે.
રાજ્યભરમાં વરસાદની આગાહી
ગુજરાતના અન્ય રાજ્યોમાં પણ મેઘરાજા ધડબડાટી બોલાવવાના મૂડમાં છે. રેડ અને યેલો એલર્ટ જાહેર કરાયેલા 7 જિલ્લા સિવાય રાજ્યભરમાં ઓરેન્જ એલર્ટ રહેશે. જ્યાં મધ્યમથી ભારે વરસાદ જોવા મળશે.
21-22 ઓગસ્ટના રોજ રાજ્યમાં ભારે વરસાદની આગાહી
21-22 ઓગસ્ટના રોજ રાજ્યના 26 જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે. જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, કચ્છ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, મોરબી, પંચમહાલ, આણંદ, અરવલ્લી, મહીસાગર, દાહોદ, ખેડા જિલ્લામાં ગાજવીજ સાથે ભારે અતિભારે વરસાદની આગાહી છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 226 તાલુકામાં વરસાદ નોંધાયો
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 226 તાલુકામાં વરસાદ નોંધાયો છે, સૌથી વધુ જૂનાગઢના મેંદરડામાં 13.31 ઇંચ વરસાદ, કેશોદમાં 11.2 ઇંચ, વંથલીમાં 10.39 ઇંચ વરસાદ, પોરબંદરમાં 10.24 ઇંચ, ગણદેવીમાં 9.21 ઇંચ વરસાદ, માણાવદરમાં 8.23 ઇંચ, ચીખલીમાં 7.83 ઇંચ વરસાદ, કપરાડામાં 7.83 ઇંચ, કુતિયાણામાં 6.93 ઇંચ વરસાદ, રાણાવાવમાં 6.69 ઇંચ, દોલવણમાં 6.61 ઇંચ વરસાદ, નવસારીમાં 5.98 ઇંચ, જલાલપોરમાં 5.79 ઇંચ વરસાદ, તાલાલામાં 5.59 ઇંચ, ખેરગામમાં 5.59 ઇંચ વરસાદ નોંધાયો છે.












Click it and Unblock the Notifications
