Religious Conversion in Gujarat : બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવવાના આરોપમાં ચાર લોકોની ધરપકડ
રાજ્યમાંથી ધર્મ પરિવર્તનનો કિસ્સો સામે આવ્યો છે. ગ્રામજનોને પૈસા અને નોકરીની લાલચ આપીને ધર્મ પરિવર્તન કરાવવાનો ખેલ ચાલી રહ્યો હતો. આ કેસ ભરૂચ જિલ્લાના આમોદ પોલીસ સ્ટેશન વિસ્તારનો છે.
Religious Conversion in Gujarat : રાજ્યમાંથી ધર્મ પરિવર્તનનો કિસ્સો સામે આવ્યો છે. ગ્રામજનોને પૈસા અને નોકરીની લાલચ આપીને ધર્મ પરિવર્તન કરાવવાનો ખેલ ચાલી રહ્યો હતો. આ કેસ ભરૂચ જિલ્લાના આમોદ પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. આ કેસમાં નવ લોકોને આરોપી બનાવવામાં આવ્યા છે. ફરિયાદ નોંધ્યા બાદ પોલીસે તેમાંથી ચાર આરોપીઓની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં 35 પરિવારોના 100 લોકોએ પૈસાની લાલચમાં ધર્મ પરિવર્તન કરાવ્યું હોવાનું સામે આવ્યું છે.

ધર્મ પરિવર્તનનો મામલો સામે આવ્યા બાદ તપાસ નાયબ પોલીસ અધિક્ષક એમ. પી. ભોજાણીને સોંપવામાં આવી છે. પોલીસે ભરૂચના કાંકરિયા ગામના રહેવાસી અબ્દુલ અઝીઝ પટેલ ઉર્ફે અજીત છગનભાઈ વસાવા, યુસુફ જીવનભાઈ પટેલ ઉર્ફે મહેન્દ્ર જીવનભાઈ વસાવા, અયુબ બરકતભાઈ પટેલ ઉર્ફે રમણ બરકતભાઈ વસાવા અને ઈબ્રાહીમ પુનાભાઈ પટેલ ઉર્ફે જીતુ પુનાભાઈ વસાવાની બળજબરીથી ધર્મ પરિવર્તનના કેસમાં ધરપકડ કરી છે.
અન્ય આરોપીઓ પાસેથી મળ્યા હતા પૈસા
પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, પકડાયેલા આરોપીઓની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું છે કે, તેઓએ અન્ય આરોપીઓ પાસેથી પૈસા મેળવ્યા છે. તેમણે તેનો ઉપયોગ અન્ય ગ્રામજનોને ધર્મ પરિવર્તન માટે સમજાવવા માટે કર્યો હતો. ધર્માંતરિત પરિવારના બાળકોએ પણ નજીકના દારુલ ઉલૂમમાં અભ્યાસ શરૂ કર્યો હતો.
શુક્રવારના રોજ પરિવારોને સામૂહિક પ્રાર્થના માટે પણ લઈ જવામાં આવ્યા હતા. હવે આ સમગ્ર મામલો ગરમાયો છે. આરોપીઓની ધરપકડ બાદ અન્ય લોકોની પણ શોધખોળ શરૂ કરવામાં આવી છે.
આ અગાઉ નોંધાયેલા કેસના આરોપીઓની પૂછપરછ
વડોદરા સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ (SOG)એ 24 ઓગસ્ટના રોજ બંને આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. સલાઉદ્દીન શેખ અને ઉમર ગૌતમ વિરુદ્ધ નોંધાયેલા કેસના આધારે પૂછપરછ કરવાની પણ વાત છે. તેને પૂછવામાં આવશે કે, શું તે ભરૂચ ધર્મ પરિવર્તન રેકેટમાં શામેલ હતો. ગૌતમ અને શેખ હાલ વડોદરા જેલમાં બંધ છે. પોલીસ સમગ્ર રેકેટ સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે.
સુવ્યવસ્થિત રીતે ચલાવાતુ હતું આ રેકેટ
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, આ રેકેટ ખૂબ જ વ્યવસ્થિત રીતે ચલાવવામાં આવ્યું હતું. આરોપીઓએ લોકોને ધર્મ પરિવર્તન માટે લલચાવવા માટે જરૂરી ભંડોળ અને સુવિધાઓ મોકલવાનું પૂર્વ આયોજન કર્યું હતું. પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું હતું કે, વિદેશમાંથી પૈસા કયા સ્ત્રોત દ્વારા મોકલવામાં આવ્યા હતા. ધર્મ પરિવર્તન કરનારા ઘણા લોકો હજૂ પોલીસને નિવેદન આપવા તૈયાર નથી. ધરપકડ કરાયેલા વ્યક્તિઓ ગ્રાઉન્ડ વર્કર છે અને ગ્રામજનોને આકર્ષવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે.
ભરૂચ પોલીસને અગાઉ પણ અપાઇ હતી માહિતી
આફમી ચેરિટેબલ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટીઓ સલાઉદ્દીન અને મોહમ્મદ ઉમર ગૌતમ વિરુદ્ધ 24 ઓગસ્ટના રોજ કેસ નોંધવામાં આવ્યો હતો. જે બાદ તેમની ધરપકડ કર્યા પછી વડોદરા SOGએ ભરૂચ પોલીસ અધિકારીઓને ધર્માંતરણ રેકેટ વિશે જાણ કરી હતી. ભરૂચના નબીપુર ગામના વતની લંડન સ્થિત અબ્દુલ્લા લફડાવાલાએ કથિત રીતે એફસીઆરએ અને હવાલા દ્વારા સલાઉદ્દીનને 80 કરોડ રૂપિયા મોકલ્યા હતા.
શેખે આ પૈસા ધર્મ પરિવર્તન માટે વાપર્યા હતા. આ સિવાય તેમણે એક ખાસ વિસ્તારમાં મસ્જિદ પણ બનાવી હતી. આ સિવાય તેમણે દિલ્હીમાં CAA અને NRCના વિરોધ દરમિયાન પકડાયેલા આરોપીઓને જામીન અપાવવામાં પણ મદદ કરી હતી.












Click it and Unblock the Notifications
