ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનામાં આધાર કાર્ડ અને મોબાઇલ અપડેટ કરવા અનુરોધ કરાયો

નિરાધાર વિધવા મહિલાઓના પુનઃ વસવાટ તેમજ આર્થિક મદદ કરવાના ઉમદા હેતુથી ગુજરાત સરકાર દ્વારા ગંગા સ્વરુપા આર્થિક સહાય યોજના શરૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ ૧૮ થી ૫૦ વર્ષની ઉંમરના ગંગા સ્વરુપા બહેનોના કુટુંબમાં પુનઃ સ્થાપન સાથે સમાજમાં આદરભર્યું જીવન જીવી શકે તે માટે સરકાર દ્વારા માસિક રૂ ૧૨૫૦/-ની સહાય આપવામાં આવે છે.

Bhupendra patel

ગાંધીનગર જિલ્લામાં માર્ચ ૨૦૨૦ સુધીમાં કુલ ૧૨૭૨૮ લાભાર્થીઓ નોંધાયા હતા. આ યોજનાના બહોળા પ્રચાર પ્રસાર થકી છેલ્લા ત્રણ વર્ષમાં ૪૦૯૮૨ લાભાર્થીઓના વધારા સાથે મે-૨૦૨૩ સુધીમાં કુલ ૪૧,૮૨૧ લાભાર્થીઓ નોંધાયા છે. ગંગા સ્વરુપા આર્થિક સહાય યોજનાના લાભાર્થીઓને D.B.T ના માધ્યમથી સીધા બચત ખાતાઓમાં સહાય ચૂકવવામાં આવી રહી છે. વધુ પારદર્શીતા સાથે સહાય ચુકવણી માટે તાજેતરમાં આધાર બેઇઝડ પેમેન્ટ પધ્ધતીથી લાગુ કરવામાં આવી છે. જેમાં જે તે લાભાર્થીનું બેંક એકાઉન્ટ સાથે આધારકાર્ડ લિન્ક હોય તેને ચુકવણી કરવામાં આવે છે.

હાલમાં ગાંધીનગર જિલ્લા ખાતે નોંધાયેલ લાભાર્થીઓ પૈકી પરપ૧ લાભાર્થીઓના આધાર નંબર ઉપલબ્ધ ન હોવાને લીધે હાલમાં એકાઉન્ટ બેઇઝડ પેમેન્ટ પદ્ધતિથી સહાય ચૂકવવામાં આવી રહી છે. જેથી D.B.T ના માધ્યમથી સીધા બચત ખાતાઓમાં સહાયની ચુકવણી થાય તે માટે જે તે લાભાર્થીઓ પોતાના ગામની ગ્રામ-પંચાયત (VCE), તાલુકા કક્ષાએ મામલતદારશ્રી કચેરીમાં કે જિલ્લા મહિલા બાળ અધિકારી કચેરી ખાતે સત્વરે પોતાના આધારકાર્ડ અપડેટ અને લીંક કરાવવા તેમજ પોર્ટલ પર મોબાઈલ નંબર અપડેટ થયેલ ન હોય તેવા જિલ્લાના ૧૫,૪૦૮ લાભાર્થીઓને મોબાઈલ નંબર અપડેટ કરાવવા સૂચિત કરાયા છે.

લાભાર્થીઓ વધુ જાણકારી માટે જિલ્લા મહિલા અને બાળ અધિકારી કચેરી, ગાંધીનગર ખાતે રૂબરૂ અથવા ટેલિફોન નં-૦૭૯-૨૩૨૪૦૫૪૦ દ્વારા માહિતી મેળવી શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X