For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સંજેલીમાં વન વિભાગ દ્વારા રેસ્ક્યુ તાલીમ યોજાઈ

સંજેલીમાં વન વિભાગ દ્વારા રેસ્ક્યુ તાલીમ યોજાઈ

By Farhan Patel
|
Google Oneindia Gujarati News

સંજેલી વનવિભાગ ફોરેસ્ટના ઉપક્રમે ઇકો સ્નેક્સ મંડળ દે.બારીયા દ્વારા સાપ, સહિત સરીસૃપ પ્રાણીઓના રેસ્ક્યુ ટ્રેનિંગ કાર્યક્રમ યોજાયો હતો જેમાં રેસ્ક્યુ વિશે તાલીમ આપી હતી જેમાં લગભગ 12 ફૂટ જેટલો અજગરનું મોકડ્રિલ યોજી રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન રેસ્ક્યુ વિશે ધ્યાનમાં રાખવા જેવી બાબતો વિશે માહિતગાર કર્યા હતા, ક્યારે અને કેવી રીતે જાનવરનું રેસ્ક્યુ કરવું તેના વિશે સંપૂર્ણ સમજ આપી કર્મીઓને માહિતગાર કર્યા હતા.

sanjeli

સંજેલી વનવિભાગના પટાંગણમાં રેસ્ક્યુ મોકડ્રિલ યોજાયું હતું જેમાં કિંગ ઓફ સ્નેક્સ દે.બારીયા મંડળ દ્વારા સાપ, અજગર, ઝેરી બિનઝેરી સાંપોના રેસ્ક્યુ વિશે પુરી માહિતી આપવા માટે તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડેમો રૂપે 12 ફૂટ મોટો અજગરને રેસ્ક્યુ કેવી રીતે કરવું, હેમખેમ કેવી રીતે પકડવો તેના વિશેની ટ્રિક આપી સમજણ આપવામાં આવી હતી. અજગરનું રેસ્ક્યૂ કરતી વખતે ખાસ વાતનું ધ્યાન રાખવું પડે છે, અજગર ઝેરી નથી હોતો પરંતુ તેને પકડતા પહેલાં શાંત કરવો ખુબ જ જરૂરી છે અને અજગરને રેસ્ક્યૂ કરતી વખતે અજગરની પૂછળી પૂંછડી પકડી શકે તેવા મજબૂત પકડવાળો વ્યક્તિની પણ સહાયની જરૂરત પડે છે કેમ કે અજગરની તાકાત તેની પૂંછડીમાં હોય છે અને એક વખત તે કોઈપણ માણસ કે જાનવરને આંટીમાં લઈ લે તો લેવાના દેવા થઈ જાય. આ ઉપરાંત વિવિધ સાંપોની પ્રજાતિઓ વિશે અવગત કર્યા હતા. મોકડ્રિલ તાલીમમાં સંજેલી રેન્જ ફોરેસ્ટ ઓફિસર રાકેશ વણકર, સંજેલી વનવિભાગની ટિમ સહિત કિંગ્સ ઓફ સ્નેક્સ મંડળના સભ્યો હાજર રહ્યા હતા

English summary
Rescue training was conducted by Forest Department in Sanjeli
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X