For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદીએ નિવૃત IASને ફરી સીએમઓમાં આપી નોકરી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

gujarat-narendra-modi
ગાંધીનગર, 2 જૂન: ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ એક દિવસ પહેલાં જ સેવાનિવૃત્ત થયેલા વરિષ્ઠ આઇએએસ અધિકારી કે. કૈલાસનાથન (નિવૃત્ત આઇએએસ)ની મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ (CHIEF PRINCIPAL SECRETORY to CHIEF MINISTER) તરીકે બે વર્ષ માટે નિમણુંક કરી ફરીથી નોકરી આપી છે.

મુખ્યમંત્રી કાર્યાલાય (સીએમઓ)માંથી શુક્રવારે કે. કૈલાસનાથન મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ તરીકે તા.૩૧મી મે ર૦૧૩ના રોજ વયમર્યાદાના કારણે નિવૃત્ત થયા હતા. અને શનિવારે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના મુખ્ય અગ્ર સચિવ તરીકેનો તેમનો કાર્યભાર સંભાળી લીધો હતો.

નરેન્દ્ર મોદીના એકદમ અંગત અને ગત સાત વર્ષોથી સીએમઓમાં ફરજ બજાવતાં કૈલાશનાથન રાજ્યની કેટલીક મહત્વપૂર્ણ યોજાનાઓમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. રાજકિય-વહીવટી બેડામાં પહેલાંથી જ એવી સંભાવના વ્યક્ત કરવામાં આવતી હતી કે નરેન્દ્ર મોદી સેવાનિવૃતિ પછી કૈલાશનાથનને મુખ્ય પદ સોંપશે.

જો કે નરેન્દ્ર મોદી પીએમ પદના પ્રબળ દાવેદાર માનવામાં આવે છે ત્યારે કૈલાશનાથનને પરત બોલાવી નરેન્દ્ર મોદીની રણનિતીનો ભાગ છે જેથી તે પોતાના એજન્ડાને નિવિઘ્ને આગળ ધપાવી શકે.

English summary
Gujarat Government’s Chief Principal Secretary to Chief Minister, Mr. K. Kailashnathan (Retired IAS) has been appointed for two year in the same post.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X