ઓરિસ્સામાં ભીષણ માર્ગ અકસ્માત, 10ના મોત, 8 લોકો ઘાયલ
Odisha Accident: ઓડિશામાં ગઈકાલે ગઈ કાલે મોડી રાતે એક ભીષણ માર્ગ અકસ્માત સામે આવ્યો છે. અહીં એક બસ અકસ્માતનો શિકાર બની છે. આ અકસ્માતમાં 10 લોકોના મોત થયા છે જ્યારે 8 લોકો ઘાયલ થયા છે.
ઘાયલોને MKCG મેડિકલ કોલેજ બેરહામપુરમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. જો કે અકસ્માતનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી.

મળતી માહિતી મુજબ OSRTCની બસ અને ખાનગી બસ વચ્ચે સોમવારે ગંજમ જિલ્લામાં દિગાપહાંડી નજીક આ અકસ્માત થયો હતો.
ગંજમ કલેક્ટર દિવ્યજ્યોતિ પરિદાએ જણાવ્યુ કે અમારી પાસે દૂર્ઘટનામાં 10 લોકોના મોત થયાની માહિતી છે જ્યારે છ વ્યક્તિઓની MKCG હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ગંભીર રીતે ઘાયલ વ્યક્તિને કટકની SCB હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. દર્દીઓની સારવાર માટે અહીં તમામ વ્યવસ્થા કરવામાં આવી છે.
બેરહામપુરના એસપી સરવણા વિવેકે મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, "પ્રથમ દૃષ્ટિએ, બે બસો વચ્ચે મોડી રાતે લગભગ 1 વાગ્યે સામસામે અથડામણનો મામલો જણાય છે. આ અકસ્માતમાં ખાનગી બસના કેટલાય મુસાફરોના મોત થયા છે અને ઘાયલ થયા છે. OSRTC બસમાં સામાન્ય ઈજાઓ થઈ છે."
ઓએસઆરટીસી બસ રાયગડાથી ભુવનેશ્વર તરફ જઈ રહી હતી જ્યારે ખાનગી બસ જિલ્લાના ખાંડાદેઉલી ગામમાંથી લગ્નની પાર્ટી લઈને બેરહામપુરથી પરત ફરી રહી હતી તેમ તેમણે વધુમાં જણાવ્યુ હતુ.
દિગપહાંડી પોલીસ અને ફાયર સર્વિસના જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને કેટલાક મુસાફરોને બચાવ્યા હતા. અકસ્માત પાછળનું સાચું કારણ હજુ અસ્પષ્ટ છે. અમારી તપાસ ચાલુ છે. આ દરમિયાન ઓડિશા સરકારે દરેક ઘાયલ વ્યક્તિને સારવાર માટે 30,000 રૂપિયા આપવાની જાહેરાત કરી છે.












Click it and Unblock the Notifications
