For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજ્યમાં ભારે વરસાદને પગલે રસ્તા ધોવાયા, જામનગર સ્ટેટ હાઈવે બંધ કરાયો

રાજ્યમાં 2 દિવસથી જ વરસાદની તોફાની બેટીંગ ચાલી રહી છે. મોટા ભાગના જિલ્લાઓમાં સારો વરસાદ નોંધાયો છે. કેટલાક જિલ્લાઓમાં વરસાદને પગલે પુરની પરિસ્થિતીનું નિર્માણ થયુ છે.

|
Google Oneindia Gujarati News

રાજ્યમાં 2 દિવસથી જ વરસાદની તોફાની બેટીંગ ચાલી રહી છે. મોટા ભાગના જિલ્લાઓમાં સારો વરસાદ નોંધાયો છે. કેટલાક જિલ્લાઓમાં વરસાદને પગલે પુરની પરિસ્થિતીનું નિર્માણ થયુ છે. પુરને કારણે કેટલાક જિલ્લાઓમાં રસ્તાઓ ધોવાયાના સમાચાર છે.

rain

રાજ્યમાં આજે પણ સવારથી જ વરસાદની જોરદાર બેટીંગ ચાલી રહી છે ત્યારે કેટલાક જામનગરના કાલાવાડમાં 3 કલાકમાં 10 ઈંચ વરસાદ નોંધાતા જામનગર સ્ટેટ હાઈવે બંધ કરવાની ફરજ પડી છે. જામનગર સ્ટેટ હાઈવે ઉપરાંત રાજ્યના 56 રસ્તા બંધ કરવાની ફરજ પડી છે.

રાજ્યના બંધ રસ્તાઓની વાત કરવામાં આવે તો, જામનગર જિલ્લામાં 1 સ્ટેટ હાઈવે, વલસાડ જિલ્લામાં 30 રસ્તા, ડાંગમાં 9, તાપીમાં 5 અને સુરત જિલ્લામાં 4 રસ્તા બંધ કરાયા છે. મઘ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં દાહોદ, વડોદરા, રાજકોટ, જામનગર અને જૂનાગઢમાં એક-એક રસ્તા બંધ કરવાની ફરજ પડી છે. જ્યારે છોટાઉદેપુરમાં પણ 2 રસ્તા બંધ કરાયા છે.

સૌથી વધુ પ્રભાવિત વિસ્તારોની વાત કરવામાં આવે તો, જામનગરના કાલાવાડ વિસ્તારમાં 10 ઈંચ વરસાદ નોંધાતા સ્ટેટ હાઈવે બંધ કરાયો છે. ધોરાજીનું મોટી મારડ ગામ 9 ઇંચ વરસાદ પડતા બેટમાં ફરવાયુ છે. આ ઉપરાંત ઉપલેટાના લાઠ ગામમાં 7 ઇંચ વરસાદ નોંધાતા લાઠ ગામે જવાના તમામ રસ્તા બંધ કરાયા હતા.

English summary
Roads washed away following heavy rains in the state, Jamnagar State Highway closed
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X