For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

VIDEO: રાજકોટમાં ચાલે છે 'રોટી-બેંક', ભૂખ્યા લોકો માટે હજારો રોટલીઓ

તમે રૂપિયા ઉપરાંત, સોના અને ચાંદીની બેંક જોઈ હશે, પરંતુ ક્યારેય રોટી બેંક જોઈ છે? ગુજરાતમાં, એક બેંક રાજકોટના બોલબાલા ટ્રસ્ટના મકાનમાં ચાલે છે

|
Google Oneindia Gujarati News

તમે રૂપિયા ઉપરાંત, સોના અને ચાંદીની બેંક જોઈ હશે, પરંતુ ક્યારેય રોટી બેંક જોઈ છે? ગુજરાતમાં, એક બેંક રાજકોટના બોલબાલા ટ્રસ્ટના મકાનમાં ચાલે છે, જેમાં ભૂખ્યા લોકો માટે રોટલી એકત્રિત કરવામાં આવે છે. દરરોજ હજારો ઘી વાળી રોટલીઓ એકત્રિત થાય છે. પછી તે ગરીબોને, રસ્તામાં બેઠેલા ભિખારીઓને અને ઝૂંપડપટ્ટીવાળા લોકોને ખવડાવવામાં આવે છે. આ ચાર વર્ષથી ચાલતી બેંકનો હેતુ છે કે- કોઈને ભૂખ્યું ન ઊંઘવું પડે !

આ પણ વાંચો: મધ્યપ્રદેશના એન્જીનીયરીંગ વિધાર્થીઓએ બાઈક એમ્બ્યુલન્સ તૈયાર કરી

રોટી બેંકમાં દરરોજ 3000 થી 3500 રોટલીઓ જમા થાય છે

રોટી બેંકમાં દરરોજ 3000 થી 3500 રોટલીઓ જમા થાય છે

બોલબાલા ટ્રસ્ટના ડિરેક્ટર જયેશ ઉપાધ્યાય કહે છે કે શરૂઆતમાં 250 થી 300 રોટલી દરરોજ ભેગી થતી હતી.પછીથી આ સંખ્યા વધતી ગઈ, કારણ કે ઘણા લોકો દાન-પુણ્ય કરવા લાગ્યા. બધી રોટલીઓ જરૂરિયાતમંદ માટે વિતરિત કરવામાં આવે છે. આ રોટલીઓને હોસ્પિટલમાં પણ લઈ જવામાં આવે છે અને મજૂરોમાં પણ વહેંચવામાં આવે છે.

મહિલાઓ ઉત્સાહથી લાઈનમાં ઉભી રહીં રોટલીઓ જમા કરવામાં આવે છે

મહિલાઓ ઉત્સાહથી લાઈનમાં ઉભી રહીં રોટલીઓ જમા કરવામાં આવે છે

જયેશ ઉપાધ્યાયે આગળ જણાવ્યું હતું કે, તેમને રોટી બેંકની શરૂઆત કરવાનો વિચાર સરકારી હોસ્પિટલોમાં બહારથી આવતા લોકોની મુશ્કેલીઓને જોયા પછી આવ્યો હતો. તેથી આ દર્દીઓ અને તેમના પરિવારોની ભૂખ દૂર કરવાનું કાર્ય શરુ કર્યું. ખાસ વસ્તુ એ છે કે આ રોટી બેન્કમાં માત્ર તાજી અને ચોખ્ખા ઘી વાળી રોટલીઓ જ લેવામાં આવે છે. સામાન્ય રીતે મહિલાઓ, લાઈનમાં ઊભા રહેવા માટે ખચકાતી હોય છે, પરંતુ અહીં ઉત્સાહ સાથે લાઈનમાં આવે છે અને રોટલીઓ જમા કરાવે છે. જો કે, કેટલાક સ્થળોએ અમારા કાર્યકર્તાઓ જાતે જ રોટલીઓ લેવા જાય છે.

રોટલી સાથે શાક અને મીઠાઈ પણ પીરસવામાં આવે છે

રોટલી સાથે શાક અને મીઠાઈ પણ પીરસવામાં આવે છે

ટ્રસ્ટ દ્વારા રોટલી સાથે શાક અને મીઠાઈ પણ ગોઠવવામાં આવે છે, અને રોટલીઓને સવારથી બપોર સુધી જમા કરીને જરૂરિયાતમંદોને ભૂખ સંતોષવાનો પ્રયાસ કરવામાં આવે છે. તે ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને પૌષ્ટિક ખોરાક પૂરો પાડવાનો પ્રયાસ કરે છે. જો કે, આવા મોટા શહેરમાં 3000-3500 રોટલીઓથી દરેકને પેટ ભરવું મુશ્કેલ છે, પરંતુ દરરોજ 1000 થી વધુ ભૂખ્યા લોકોનું પેટ ભરવામાં આવે છે.

રોટી બેન્ક 10,000 થી વધુ ભૂખ્યા લોકોનું પેટ ભરશે

રોટી બેન્ક 10,000 થી વધુ ભૂખ્યા લોકોનું પેટ ભરશે

અહીં રોટલી આપવા આવતા લોકોનું માનવું છે કે પુણ્ય જ સૌથી મોટું ફળ છે. જો તમે કોઈનું સારું કરશો તો કુદરત દરેકનું સારું કરશે. એટલા માટે રોટલી આપતા લોકોની સંખ્યા દરરોજ વધી રહી છે. આગામી સમયમાં, તેઓ 10,000 થી વધુ ભૂખ્યા લોકોને ખોરાક આપવાનું લક્ષ્ય રાખે છે.

English summary
Roti Bank To Provide Free Food To Poor And Underprivileged In Gujarat's Rajkot
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X