For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મધ્યપ્રદેશના એન્જીનીયરીંગ વિધાર્થીઓએ બાઈક એમ્બ્યુલન્સ તૈયાર કરી

મધ્યપ્રદેશના ચાર વિધાર્થીઓએ કમાલ કરી દીધો છે. આ વિધાર્થીઓએ એવી બાઈક એમ્બ્યુલન્સ તૈયાર કરી છે, જે ચાર અટેચમેન્ટમાં કોઈ પણ બાઇકમાં ફિટ થઇ શકે છે.

|
Google Oneindia Gujarati News

મધ્યપ્રદેશના ચાર વિધાર્થીઓએ કમાલ કરી દીધો છે. આ વિધાર્થીઓએ એવી બાઈક એમ્બ્યુલન્સ તૈયાર કરી છે, જે ચાર અટેચમેન્ટમાં કોઈ પણ બાઇકમાં ફિટ થઇ શકે છે. તેને તૈયાર કરવામાં ફક્ત 14 હજાર રૂપિયાનો જ ખર્ચો આવ્યો છે.

Bike Ambulance

મધ્યપ્રદેશના ચારે વિધાર્થીઓએ બાઈક એમ્બ્યલન્સ ફાઇનલ યર પ્રોજેક્ટ તરીકે બનાવી છે. સાંકળી ગલીઓ અને ગ્રામીણ વિસ્તારોમાં એમ્યુલન્સ નહીં પહોંચવાની સમસ્યાને જોતા મધ્યપ્રદેશ એન્જીનીયરીંગના ચારે વિધાર્થીઓએ બાઈક એમ્બ્યુલન્સ તૈયાર કરી દીધી, જે કોઈ પણ દર્દીનો જીવ બચાવી શકે છે.

આ પણ વાંચો: 27 વર્ષની CEO નો કમાલ, 4 વર્ષમાં 1605 કરોડ રૂપિયાનું ફંડિંગ ભેગું કર્યું

આ ચારે વિધાર્થીઓ ઝાબુઆમાં આવેલા એપીજે અબ્દુલ કલામ એન્જીનીયરીંગ મહાવિદ્યાલયના વિધાર્થીઓ છે. બાઈક એમ્બ્યુલન્સની ખાસિયત છે કે તેમાં ઓક્સિજન સિલિન્ડર અને ફર્સ્ટ એડ બોક્સ રાખવાની સાથે સાથે દર્દીને સુવાની પણ સુવિધા રાખવામાં આવી છે.

Bike Ambulance

ઝાબુઆના રહેવાસી વેદપ્રકાશ, જિલ્લામાં જ મેઘનગરના રહેવાસી પપ્પુ તાહેડ, અલીરાજપુર જિલ્લાના કઠીવાળા નિવાસી પ્રેમકિશોર તોમર અને બિહાર રાજ્યના સોનુકુમારનો આ આવિષ્કાર સમય પર એમ્બ્યુલન્સ સુવિધા મળવા પર કોઈનો પણ જીવ બચાવી શકે છે. સીએમએચઓ ડો. બીએસ બર્વે ઘ્વારા જણાવવામાં આવ્યું કે વિધાર્થીઓનો આ પ્રયાસ વખાણ કરવા લાયક છે. આ બાઈક એમ્બ્યુલન્સ સાંકડી ગલીઓ અને ગ્રામીણ વિસ્તારોમાં કારગર સાબિત થઇ શકે છે.

આ પણ વાંચો: પિતાને થયો લકવો, તો પુત્રીઓએ ચહેરો બદલીને સંભાળી કમાન

English summary
Bike Ambulance Made By engineering Student of Jhabua MP
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X