For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

27 વર્ષની CEO નો કમાલ, 4 વર્ષમાં 1605 કરોડ રૂપિયાનું ફંડિંગ ભેગું કર્યું

ચાર વર્ષમાં, આ સ્ટાર્ટઅપ 'યુનિકોર્ન' સ્ટેટસ મેળવવાની ખુબ જ નજીક છે. કંપનીની આ સફળતા પાછળનો હાથ 27 વર્ષની અંકિતી બોસનો છે

|
Google Oneindia Gujarati News

દક્ષિણ પૂર્વ એશિયાના ફેશન ઇ-કૉમર્સ પ્લેટફોર્મ જિલિન્ગો ટૂંક સમયમાં એક નવા મુકામ પર પહોંચવાની છે. ફક્ત ચાર વર્ષમાં, આ સ્ટાર્ટઅપ 'યુનિકોર્ન' સ્ટેટસ મેળવવાની ખુબ જ નજીક છે. કંપનીની આ સફળતા પાછળનો હાથ 27 વર્ષની અંકિતી બોસનો છે. જે તેની ફાઉન્ડર હોવાના સાથે સાથે સીઇઓ પણ છે. જણાવી દઈએ કે અંકિતા પહેલી એવી ભારતીય મહિલા સીઇઓ બની ગઈ છે જેની કંપનીને યુનિકોર્નનું સ્ટેટસ મળ્યું છે. જણાવી દઈએ કે યુનિકોર્ન એ એક ટર્મ છે જે એવા સ્ટાર્ટઅપ્સને આપવામાં આવે છે જેમની વેલ્યુ લગભગ એક અબજ ડોલર જેટલી થઇ જાય છે. અંકિતીના સ્ટાર્ટઅપની કિંમત હમણાં 970 મિલિયન ડોલર થઈ ગઈ છે.

Ankiti Bose

અંકિતી બોસનું ઓનલાઇન ફેશન સ્ટાર્ટઅપ જિલીંગોએ બે રોકાણકારો પાસેથી રૂ. 1604.6 કરોડ (22.6 કરોડ ડોલર) નું ફંડિંગ ભેગું કર્યું છે. કંપનીએ આ માહિતી મંગળવારે આપી હતી. આ ભંડોળ બાદ, જિલીંગોની વેલ્યુ 6,887 કરોડ રૂપિયા (97 કરોડ ડોલર) થઇ ગઈ છે. જિલીંગો તેમના ઉત્પાદનો વેચવા માટે દક્ષિણપૂર્વ એશિયાના નાના કારોબારીઓને ઑનલાઇન પ્લેટફોર્મ ઉપલબ્ધ કરે છે. તેનું હેડક્વાર્ટર સિંગાપુરમાં છે. જણાવી દઈએ કે અંકિતીએ 2012 માં મુંબઈની સેન્ટ ઝેવિયર કોલેજમાંથી ગ્રેજ્યુએશન કર્યું હતું.

આ પણ વાંચો: ભારતની ચા અમેરિકામાં વેચી કરોડપતિ બની આ મહિલા

અર્થશાસ્ત્ર અને ગણિત તેમના વિષય હતા. અંકિતીએ જણાવ્યું કે એકવાર તે વેકેશન પર તે બેંગકોક ગઈ હતી, અને ત્યાંના લોકોમાં ફેશન માટે પ્રેમ જોયો. પછી તેઓએ વિચાર્યું કે તેના માટે એક ઑનલાઇન પ્લેટફોર્મ ખોલવામાં આવે. આ પછી તે થાઇલેન્ડ, ઇન્ડોનેશિયા અને ફિલિપીંસમાં પ્રખ્યાત બન્યું.

English summary
Meet the 27-year-old Ankiti Bose running a nearly 1 billion doller fashion startup
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X